ગુજરાતમાં આવતીકાલથી મોલ કોમ્પલેક્સ સિવાયની દુકાનો ખોલવા સરકારનો નિર્ણય

ગુજરાત
ગુજરાત

રખેવાળ, ગુજરાત

મુખ્યમંત્રીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં આવતીકાલે રવિવાર તા. ર૬ એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય કરવા માટે છૂટ આપવામાં આવશે એવું મુખ્યમંત્રીના અગ્ર સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના ૫૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે. જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં ૈં્‌ તેમજ ૈં્‌ઈજી ઇન્ડસ્ટ્રીઝમાં પણ ૫૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે

ગુજરાતમાં કોરોનાનો ચેપ પોતાનો વ્યાપ વધારી રહ્યો છે. કોરોના રાજ્યના ૩૩ જિલ્લામાંથી ૩૦ જિલ્લા સુધી પહોંચી ગયો છે. રાજ્યના ત્રણ જિલ્લા અમરેલી, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. કોરોના અંગે અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યના ૩૦ જિલ્લામાં કોરોનાનો ચેપ ફેલાયો છે. હજુ ત્રણ જિલ્લા સુધી આ ચેપ પહોંચ્યો નથી. સંક્રમણ ધીમું કેવી રીતે પડે તે જરૂરી છે. સંક્રમણ ધીમું પડે તે માટે તંત્ર એલર્ટ છે. આ લડત હજુ બે મહિના ચાલશે. લોકોએ ખૂબ સહયોગ આપ્યો છે. ગંભીર બીમારી ધરાવતા લોકોએ સાચવવાની જરૂર છે. ખોટી અફવા ફેલાવવાની જરૂર નથી અને ગભરાવવાની જરૂર નથી. દરેક વ્યક્તિ સહકાર આપશે તો જંગ ઝડપથી જીતી શકીશું.

ગૃહમંત્રાલયની મોડી રાત્રે આવેલી ગાઈડલાઈનના કારણે રાજ્યભરના દુકાનદારો અને શોરૂમના માલિકોમાં અસમંજસ જોવા મળી રહ્યો છે. દુકાનદારો દુકાન ખોલવી કે બંધ રાખવી તેને લઇને મૂંઝવણ અનુભવી રહ્યાં છે. કોર્પોરેશનની હદમાં અને મ્યૂનિસિપાલ્ટીની હદમાં આવેલા તમામ દુકાનદારો મૂંઝવણમાં છે. બીજી બાજુ પોલીસને પણ હજુ પૂરતી માહિતી ન હોવાથી બહાર નીકળતા દુકાનદારોને પોલીસ રોકી રહી છે. રાજકોટ ચેમ્બર ઓફ કોર્મર્સના પ્રમુખે જણાવ્યું છેકે, આજે ૧૧ વાગ્યે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે. સરકાર જે નિર્ણય જારી કરશે તેને માન્ય રાખીને રાજકોટમાં વેપાર ઉદ્યોગ શરૂ કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.