દાંતાથી પાલનપુર માર્ગ પર મોડી રાત્રે જઇ રહેલા બાઇક સવારનું બાઇક સ્લીપ ખાતાં મોત
ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા
દાંતાથી પાલનપુર માર્ગ પર મોટસડા પુલ નજીક મંગળવારે મોડી રાત્રે જઇ રહેલા એક યુવકનું બાઇક સ્લીપ ખાતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે લોકોના ઘટનાસ્થળે ટોળેટોળા ઉમટ્યા હતા. આ અંગે મૃતકની લાશને પાલનપુર સિવિલ હોÂસ્પટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આ અંગે પાલનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતની વિગત એવી છે કે, દાંતાથી યુવક પોતાનું બાઇક લઇને પાલનપુર જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન મોટસડા પુલ નજીક મંગળવારે મોડી રાત્રે જઇ રહેલા એક યુવકે અચાનક બાઇક પરનો કાબુ ગુમાવતાં બાઇક નં. જીજે-૨-૭૦૨૭ સ્લીપ ખાતાં તેઓ નીચે પટકાતાં માથું ફાટી જતાં ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટનાના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ અકસ્માતની જાણ પરિવારજનોમાં થતાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.
આ ઘટનાના સમાચાર ગામમાં પ્રસરતાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનાની જાણ પાલનપુર પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ અંગે મૃતકની લાશને ૧૦૮ વાન મારફતે પાલનપુર સિવિલ હોÂસ્પટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી. આ અંગે પાલનપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.