અંબાજી ખાતે કોરન્ટાઇન કરાયેલાં ૩ શ્રમીકો ની હાલત બગડતાં તાત્કાલીક પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા
રખેવાળ, બનાસકાંઠા
બનાસકાંઠા જીલ્લા ની વિવિધ આંતરરાજ્ય બોર્ડર પાર કરતાં શ્રમીકો ને પકડી યાત્રાધામ અંબાજી ખાતે ૨૫૩ જેટલાં ને હાલ સેલ્ટર હોમ માં કોરન્ટાઇન કરવામાં આવેલાં છે. જેમાંથી અંબીકા વિશ્રામગૃહ ખાતે કોરન્ટાઇન કરાયેલાં ૬૩ શ્રમીકો પૈકી ૩ શ્રમીકો જે નાશીક નાં છે તેઓ ની હાલત બગડતાં તેમને અંબાજી પ્રાથમિક સારવાર બાદ આજે તાત્કાલીક પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યા છે. દાંતા તાલુકા આરોગ્ય અધીકારી ડૉ.નવીનભાઇ ચૌહાણ નાં જણાવ્યા મુજબ તેમનામાં કોરોનાં નાં સિન્ટન્સ જોવા મળતાં તેમને સેનેટાઈઝ કરી ને એમ્બ્યુલન્સ દ્વારા આજે પાલનપુર ખાતે મોકલવામાં આવ્યા છે. જોકે હાલ અંબાજી માં ૨૫૦ જેટલાં શ્રમીકો વિવિધ સેલ્ટર હોમ માં કોરન્ટાઇન કરાયેલાં છે. તેઓ ની પણ આરોગ્ય વિભાગ દ્વારા અવાર નવાર તપાસ કરવામાં આવી રહી છે.
Tags Ambaji Banaskantha Gujarat Rakhewal