મુસીબત સમયે શત્રુને પણ મિત્ર બનાવો

કલરવ
કલરવ

એક નદી કીનારે વડનું ઝાડ હતું. આ વડનું ઝાડ વર્ષો જુનુ હતું. આ વડના ઝાડ નીચે એક દર હતુ. અને થોડેક દુર એક બીજુ દર હતું વડના ઝાડ નીચે આવેલા દરમાં એક ઉંદર રહેતો હતો. જયારે વડની દુર આવેલા બીજા દરમાં એક નોળિયો રહેતો હતો. ત્યાથી થોડેક દુર આવેલા પીપળાના વૃક્ષની બખોલમાં એક બિલાડી રહેતી હતી.અને વડના ઝાડની ઉપરના ટોચના ભાગે એક ઘુવડ રહેતું હતું.
બિલાડી,નોળિયો અને ઘુવડ ત્રણેયની નજર ઉંદર પર રહેતી હતી. ત્રણેય જણા ઉંદરને ઝડપવા સદાય તત્પર રહેતા હતા. દરેક જણા ઉંદરને મારી ખાવા તૈયાર હતા. કયારે હાથમાં આવે અને એને પેટમાં પધરાવી દઈએ.એક બાજુ ઉંદર ઉપરાંત નોળિયો અને ઘુવડ પર નજર રાખતી હતી કે કયારે ત્રણમાંથી એક ખાવા મળે.આ પ્રકારે એક જ જગ્યાએ રહેતા ચારેય જણા એકબીજાના શત્રુ બન્યા હતા.
ઉદર અને નોળિયો બિલાડીના ડરથી દિવસે બહાર નહોતા નીકળતા.તેઓ માત્ર રાત્રે જ ભોજનની તપાસ કરવા દરની બહાર નીકળતા હતા.ઘુવડ તો માત્ર રાતે જ પોતાનું ભોજન શોધવા નીકળતું હતું. જયારે બીજી બાજુ બિલાડી ઘુવડને પકડવા માટે રાત્રે તેની પાછળ ચુપચાપ નીકળી પડતી હતી.
એક દિવસ ત્યાં એક શિકારી આવ્યો. એણે ખેતરમાં જાળ પાથરી દીધી અને પછી તે ત્યાથી ચાલ્યો ગયો.રાત્રે ઉંદરની તપાસમાં બિલાડી ખેતર તરફ ગઈ. એણે જમીન પર પાથરેલ જાળ જાેઈ નહી, અને તે તેમાં ફસાઈ ગઈ. થોડીવાર પછી ઉંદર છાનોમાનો બહાર નીકળ્યો. એણે બીલાડીને જાળમાં ફસાયેલી જોઈને ઘણો જ ખુશ થયો. ત્યાં અચાનક કયાંક નોળીયો અને ઘુવડ પણ ખેતરમાં આવી ચડયા. ઉંદરે વિચાર્યુ કે આ નોળીયો અને ઘુવડ આજે મને જીવતો નહીં છોડે.બિલાડી તો મારી જન્મજાત શત્રુ તો છે જ હવે હું શું કરૂં ?
એણે વિચાર્યુ, આ સમયે બિલાડી મુસીબતમાં છે.મદદની લાલચ માટે શત્રુને પણ મિત્ર બનાવવો જાેઈએ.એટલે આ સમયે બિલાડીની શરણમાં જવું જાેઈએ.
ઉંદર તરત જ બિલાડીની પાસે ગયો. અને બોલ્યો, મારાથી તારી આ હાલત જાેવાતી નથી. મને તારી પર દયા આવે છે. હું મારા તીક્ષ્ણ દાંત વડે જાળ કાપીને તને મુકત કરી શકુ તેમ છું પરંતુ હું કેવી રીતે વિશ્વાસ કરૂ કે તું મારી સાથે એક સારા મિત્ર તરીકેનો વ્યવહાર કરીશ ? બિલાડીએ કહ્યું. તારા બે દુશ્મનો આ તરફ આવી રહ્યા છે. તુ મારી પાછળ આવીને સંતાઈ જા.. એનાથી મોટુ પ્રમાણ બીજુ કયું હોઈ શકે ? કે હું તને મિત્ર બનાવીને સંતાડી દઈશ !
ઉંદર જલ્દીથી બિલાડી પાસે જઈને સંતાઈ ગયો. આ બાજુ નોળીયો અને ઘુવડ બંને જણા ફરતા ફરતા આગળ નીકળી ગયા.બિલાડીએ ઉંદરને કહ્યું. આજથી તુ મારો મિત્ર થઈ ગયો.ચાલ જલ્દીથી જાળ કાપી નાખ અને મને મુકત કર.સવાર પડતાં જ શિકારી અહિંયા આવી જશે.
ઉંદરે પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપી નાંખી અને તરત જ પોતાના દરમાં જઈને સંતાઈ ગયો. બિલાડી પણ સ્વતંત્ર થઈને જાળમાંથી બહાર આવી ગઈ તેણે ઉદરના દર પાસે જઈને બુમ પાડી કે હે મિત્ર !બહાર આવ. હવે તારે મારાથી સહેજ પણ ડરવાની જરૂર નથી. આ સાંભળીને ઉંદર બોલ્યો, હું તને ખુબ જાણું છુ શત્રુને માત્ર મુસીબતમાં ફસાયો હોય ત્યારે જ મિત્ર બનાવવો જાેઈએ. પછી તે પાછો શત્રુ બની જાય છે. હું તારી પર કયારેય વિશ્વાસ ના કરૂં.
આટલુ સાંભળતા જ બિલાડીના હાથમાં આવેલો શિકાર છટકી ગયો. અને બિલાડી નતમસ્તકે ત્યાંથી ચાલી ગઈ.
કમલેશ કંસારા મુ.અમદાવાદ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.