ગુજરાતઃ રાજ્યમાં કોરોના પોઝિટીવનો આંકડો પહોંચ્યો ૨૫૫૯, ૧૦૫ના મોત
રખેવાળ, ગુજરાત
રાજ્યમાં આવેલા કોરોનાના નવા કેસના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા છે. ગઈકાલ સાંજ બાદ ગુજરાતમાં ૧૫૨ નવા કેસ સામે આવ્યા છે. તો સામે ૨ લોકોના મોત નિપજ્યા છે. નવા કેસોમાં અમદાવાદ ૯૪ નવા કેસ સાથે ટોચ પર છે. તો તેના બાદ સુરતમાં ૩૦ કેસ, વડોદરામાં ૧૪, આણંદમાં ૩, બનાસકાંઠા અને ગાંધીનગરમાં ૨ કેસ છે. તો અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ અને વલસાડમાંથી નવા ૧-૧ કેસ સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૨૫૫૯ પર પહોંચી ગઈ છે અને કુલ મૃત્યુ ૧૦૫ થયા છે.
આરોગ્ય વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર, નવા ૧૫૨ કેસ અને ૨ મૃત્યુની સામે ગઈકાલ સાંજ બાદ કોઈ રિકવર દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા નથી. આમ, અમદાવાદ રાજ્યમાં કોરોનાનું સૌથી મોટું ઝોન બની ગયું છે. માત્ર અમદાવાદ શહેરમાં જ કોરોનાના કેસનો આંકડો ૧૫૯૫ પર પહોંચી ગયો છે, જે રાજ્યના કુલ કેસના ૬૦ ટકાથી વધુ કહી શકાય. તો બીજા નંબર સુરતમાં ૪૪૫ કેસ અને વડોદરામાં ૨૨૨ કેસ નોંધાયા છે.