ભારતમાં અત્યાર સુધી ૧૮૫૫૧ કેસઃ સતત ત્રીજા દિવસે હજાર કરતા વધારે પોઝિટિવ કેસ, મહારાષ્ટ્રમાં ૪૬૬ કેસ, ૭૫ હજાર રેપિડ ટેસ્ટ થશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી 

દેશમાં સતત ત્રીજા દિવસે કોરોના વાઇરસના એક હજારથી પણ વધુ નવા કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા કોરોના સંક્રમણના ૧૫૦૮ અને ૧૮ એપ્રિલે ૧૩૭૧ નવા કેસ સામે આવ્યા હતા. સોમવારે સૌથી વધારે ૪૬૬ કેસ મુંબઇમાંથી મળ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા ૪૬૬૬ થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા ૨૩૨ છે. જે દેશમાં સૌથી વધારે છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારે ૭૫ હજાર રેપિડ ટેસ્ટ કરાવવાની જાહેરાત કરી છે. સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શરતો સાથે કેન્દ્રએ ટેસ્ટની મંજૂરી આપી છે.

મણિપુર કોરોના વાઈરસથી સંપૂર્ણપણે મુક્ત મણિપુર કોવિડ-૧૯ મહામારીથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયું છે. મુખ્યમંત્રી બીરેન સિંહે સોમવારે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે અમે ગ્રામીણ વિસ્તારોમાં લોકડાઉનમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. પણ ઈમ્ફાલમાં હવે પછીના આદેશ સુધી કોઈ જ છૂટ આપવામાં આવશે નહી. શહેરી વિસ્તારોમાં આવશ્યક સામાન ખરીદવા માટે દુકાનોને સવારે ૮થી બપોરના ૨ વાગ્યા સુધી ખુલ્લી રાખવા દેવામાં આવશે.

સંક્રમિતોની સંખ્યા ૧૮૦૦૦ને પાર દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૮૦૩૪ થઈ ગઈ છે અને ૫૭૩ લોકોના મોત થયા છે. સોમવારે મહારાષ્ટ્રમાં ૨૮૩, ગુજરાતમાં ૧૦૮, આંધ્ર પ્રદેશમાં ૭૫, રાજસ્થાનમાંથી ૫૭, પશ્ચિમ બંગાળમાં ૨૯, ઉત્તર પ્રદેશમાં ૧૭, કર્ણાટકમાંથી ૫ અને હરિયાણામાંથી ૧ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ રવિવારે ૨૦ રાજ્યોમાં ૧૫૮૦ કેસ આવ્યા હતા. એક દિવસમાં આ સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. આંકડા ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ.ર્ખ્તિ અને રાજ્ય સરકાર તરફથી માહિતી પ્રમામે છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે શનિવાર અને રવિવાર વચ્ચે દેશમાં ૩૧ સંક્રમિતોનું મોત થયું છે. ૧૩૨૪ નવા કેસ સામે આવ્યા છે. દેશમાં કુલ ૧૬ હજાર ૧૧૬ કેસ થઈ ગયા છે. જેમાં ૧૩,૨૯૫ એક્ટિવ કેસ છે. ૨૩૦૨ લોકોના સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયે ઘણા શહેરોમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયનું કહેવું છે કે, ખાસ કરીને મધ્યપ્રદેશના ઈન્દોર, મહારાષ્ટ્રના મુંબઈ અને પૂણે રાજસ્થાનના જયપુર, પશ્વિમ બંગાળના કોલકાતા, હાવડા, મેદનીપુર પૂર્વ, ૨૪ ઉત્તર પરગના દાર્જીલિંગ, કેલિમ્પોંગ અને જલપાઈગુડીમાં સ્થિતિ ગંભીર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.