દેશમાં ૭૫ ટકા નાગરિકોને રસી આપતાં ૨૦૨૪ સુધીનો સમય લાગશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોનાવાયરસ મહામારીની બીજી લહેર ખતરનાક રીતે આગળ વધી રહી છે અને અનેક રાયોમાં પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવામાં આવ્યા છે પરંતુ રસીકરણ ની પ્રક્રિયા સતત ધીમી પડી ગઈ છે અને નિષ્ણાંતોએ આ બાબતે ભારે ચિંતા કરવી છે.

એમનો અભિપ્રાય એવો છે કે જો વર્તમાન ધીમી ગતિ સાથે દેશમાં રસીકરણ કરવામાં આવશે તો ૨૦૨૪ સુધીમાં ફકત ૭૫ ટકા વસ્તીને જ રસીકરણ શકય બનશે અને મારે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ પણ કરી શકે કારણ કે વાઈરસ મોટા પ્રમાણમાં ફેલાઈ શકે છે.

વિશ્વના અનેક મોટા દેશો દ્રારા રસીકરણ અભિયાન ને ખૂબ જ ઝડપી બનાવી દેવામાં આવ્યું હતું અને તેના સારા પરિણામો પણ તેમને મળ્યા છે પરંતુ ભારતમાં રસીકરણ ની પ્રક્રિયા ભયંકર રીતે અવરોધ આવી ગઈ છે અને તે જોખમી વસ્તુ છે અને કેન્દ્ર સરકારે તરત જ હસીનો યુદ્ધના ધોરણે ઉત્પાદન મોટા પ્રમાણમાં કરાવવા માટે વ્યવસ્થા ગોઠવવી પડશે.

ઇઝરાયલ અમેરિકા અને બ્રિટન જેવા અનેક દેશોમાં રસીકરણ ખૂબ જ ઝડપથી કરવામાં આવ્યું છે અને તેમને ત્યાં રાહત પણ મળતી જાય છે પરંતુ ભારતમાં રસીકરણ ની પ્રક્રિયા નબળી પડી જતા વાયરસ બેકાબૂ બની રહ્યો છે.

દેશના દરેક રાયમાં પૂરતા પ્રમાણમાં રસી મોકલવી જરૂરી છે અને તો જ વાયરસ ની સામે સફળતાપૂર્વક લડાઈ કરી શકાશે અને તો જ ભારત કોરોના માં થી મુકત થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.