ગુજરાતને 1૦૦૦ કરોડની પ્રારંભિક સહાય : મૃતકોના પરિજનોને 2 લાખ, ઈજાગ્રસ્તોને 5૦ હજાર અપાશે

ગુજરાત
ગુજરાત

અમદાવાદમાં વડાપ્રધાન મોદી દ્વારા યોજાયેલ સમીક્ષા બેઠક બાદ નિર્ણય : વાવાઝોડા ‘તાઉતે’ થી થયેલ નુકશાનનો સર્વે કરવા કેન્દ્રની ટીમ ગુજરાત આવશે

અમદાવાદ : આજે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવેલ. સવારે ૧૧.૪૫ કલાકે દિલ્હી થી ભાવનગર એરપોર્ટ પર આવી હેલિકોપ્ટર મારફત વાવાઝોડાં તાઉતે થી પ્રભાવિત જિલ્લાઓ જેમકે ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, સહિતનાની હવાઈ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેઓ અમદાવાદ ગયા જયાં તેઓએ સમીક્ષા બેઠક યોજી.

અમદાવાદમાં સમીક્ષા બેઠક : વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અમદાવાદમાં કરી સમીક્ષા બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરીને આકલન કર્યા બાદ અમદાવાદ પહોંચીને સમગ્ર સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને પરિસ્થતિની વિગતોની ચર્ચા એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લાએ આ બેઠકમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીને રાજ્યની આ વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

1૦૦૦ કરોડની સહાય :

ગુજરાતને 1૦૦૦ કરોડની પ્રારંભિક સહાયની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદી દ્વારા યોજાયેલ સમીક્ષા બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.વાવાઝોડા ‘તાઉતે’ થી થયેલ નુકશાનનો સર્વે કરવા માટે કેન્દ્રની ટીમ ગુજરાત આવશે તો વાવાઝોડાના કારણે મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાય, ઇજાગ્રસ્ત થયેલ લોકોને 5૦,૦૦૦ ની સહાય અપાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.