વિદ્યા બલાની ફિલ્મ ‘શેરની’નો જબરદસ્ત ફર્સ્ટ લુક થયો રિલીઝ

Other
Other

મુંબઈ,
વિદ્યા બલાને શકુંતલા દેવીથી ડિજિટલ પ્લેટફોર્મ પર કદમ રાખી ચુકી છે. શકુંતલા દેવી રિલીઝ થયાના એક વર્ષ પૂરુ થવા જઈ રહ્યું છે. હવે વિદ્યાની ફિલ્મ ‘શેરની’ અમેઝોન પ્રાઇમ પર રીલિઝ થવા જઈ રહી છે. ફિલ્મનો અભિનેત્રીનો પહેલો લુક શેર કરવામાં આવ્યો છે. સાથે જ કહ્યું છે કે આ ફિલ્મ ક્યારે રીલીઝ થવા જઈ રહી છે.
વિદ્યા બાલને તેમનું પહેલું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. પોસ્ટર શેર કરતી વખતે તેમણે લખ્યું, દુનિયામાં નિડરતા સાથે પગલું ભરવું. મારી નવીનતમ ફિલ્મ શેરનીની ઘોષણા કરવામાં ખુશી થઈ રહી છે. શેરનીને મળો જુનમાં. વિદ્યાની આ પોસ્ટને હજારો લોકો પસંદ કરી ચુક્યા છે.
બોલિવૂડના ઘણા સેલેબ્સે વિદ્યાની પોસ્ટ પર કમેન્ટ કરીને વિદ્યાને અભિનંદન પાઠવ્યા છે. વિદ્યાના એક ચાહકે કમેન્ટ કરી – અભિનંદન વિદ્યાને. તે જ સમયે, બીજા યુઝરે લખ્યું – તમને જાેવા માટે રાહ નથી જાેવાતી.
શેરનીમાં વિદ્યા બાલન વન અધિકારીની ભૂમિકામાં જાેવા મળશે. વિદ્યાએ થોડા સમય પહેલા શેરનીનું ફરી શૂટિંગ શરુ કરવા અંગેની માહિતી આપી હતી. તેમણે પોસ્ટ શેર કરીને આ અંગેની માહિતી આપી હતી. ફિલ્મનું શૂટિંગ મધ્યપ્રદેશમાં થયું છે.
વિદ્યાએ શેરની વિશે કહ્યું, ‘શકુંતલા દેવી’ જુલાઈમાં રિલીઝ થઈ હતી, પરંતુ રોગચાળાને કારણે મારી આગામી ફિલ્મ ‘શેરની’ ની રિલીઝ તારીખ વિશે મને કોઈ માહિતી નથી. મને એ પણ ખબર નથી કે તે થિયેટરોમાં રિલીઝ થશે અથવા ઓટીટી પ્લેટફોર્મ પર. પરંતુ થોડા મહિના પછી, ફિલ્મ ચોક્કસપણે રજૂ થશે.
વિદ્યા બાલનની ફિલ્મ શેરની થોડા સમય પહેલા હેડ લાઇન્સનો એક ભાગ બની હતી. આ ફિલ્મમાં વિદ્યાની સાથે વિજય રાજ પણ જાેવા મળવાના હતા, પરંતુ તેમને આ ફિલ્મમાંથી બાહર કરી દેવામાં આવ્યા છે. વિજય પર આ ફિલ્મ સાથે જાેડાયેલી એક મહિલાએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. વિજયનું નામ જાતીય સતામણીના કેસમાં જાેડાતા જ તેમને ફિલ્મની બહારનો રસ્તો બતાવવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.