વિવો એ વાઇ ૧એસ પર એક્સક્લુઝિવ બેનિફિટ્‌સ આપવા માટે જિયો સાથે ભાગીદારી કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

નવીન વૈશ્વિક સ્માર્ટફોન બ્રાન્ડ દ્વારા આજે વીવો વાઇ ૧જ માટે ‘જિઓ એક્સક્લૂસિવ’ હેઠળ એક નવો ગ્રાહક લાભ કાર્યક્રમ જાહેર કર્યો. રૂ. ૭,૯૯૦ (૨ પ્લસ ૩૨ જીબી), જિઓ એક્સક્લુઝિવ સ્માર્ટફોનમાં ૬.૨૨એચડી હેલો ફુલ વ્યૂ ડિસ્પ્લેઅને વિશાળ ૪૦૩૦ એમએએચની બેટરી આપવામાં આવી છે.

આ ઓફરની ઘોષણા કરતા, વિવો ઇન્ડિયાના બ્રાન્ડ સ્ટ્રેટેજીના ડિરેક્ટર, નિપૂન મરિયા એ જણાવ્યું કે “વીવોએ હંમેશાં અમારા ગ્રાહકોને આનંદ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ગ્રાહકો પોસાય તેવા પોઇન્ટ ડિવાઇસ પરઆકર્ષક ઓફર સાથે બંડલ થયેલા પાવર પેક્ડ ડિવાઇસ પર તેમના હાથ મેળવે. જિઓ એ ભારતનો સૌથી પ્રખ્યાત ટેલિકોમ ઓપરેટર્સ છે અને વીવો ગ્રાહકોને વિશિષ્ટ ઓફર્સ આપવા માટે અમે તેમની ભાગીદારી કરવામાં આનંદ અનુભવીએ છીએ.”

વિવો વાય ૧ એ બે જુદા જુદા કલર વિકલ્પોમાં આવે છેઃ ઔરા બ્લુ અને ઓલિવ બ્લેક. સ્માર્ટફોન એક હાથથી સરળતાથી સંચાલિત કરવા માટે બનાવવામાં આવ્યો છે.તેમાં ૩ ડી બોડી કર્વ્સ આપવામાં આવ્યા છે અને ૮.૨૮ જાડાઈ સાથે ફક્ત ૧૬૧ ગ્રામ વજન છે. કેમેરાના ફ્રન્ટપર, તેમાં ૫ એમપી ફ્રન્ટ અને ૧૩ એમપી રીઅર કેમેરો આપવામાં આવ્યો છે અને વધુ રિફાઇન્ડ સ્કિન ટોન અને ટેક્સચર માટે અનુરૂપ સોલ્યુશન્સ આપવા માટે એઆઈ ફેસ બ્યૂટી મોડ ઓફર કરે છે. તે ફેસ અનલોક સુવિધા સાથે પણ આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.