ટૂંક સમયમાં ‘રિયલમી નાર્ઝો 30’ ભારતમાં લોન્ચ થશે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

રિયલમીએ થોડા સમય પહેલાં જ ભારતમાં નાર્ઝો 30 સિરીઝના 2 સ્માર્ટફોન લોન્ચ કર્યાં છે. હવે કંપની સિરીઝનો ત્રીજો ફોન ‘નાર્ઝો 30’ લોન્ચ કરવા જઈ રહી છે. કંપની મલેશિયામાં આ ફોન 18મેના રોજ લોન્ચ કરશે. આ ડેટની આસપાસ જ ભારતમાં આ સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે. જોકે કંપનીએ ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તેની કોઈ માહિતી આપી નથી.
મલેશિયાની વેબલાઈટ પર રિલીઝ કરાયેલાં પોસ્ટર પ્રમાણે ફોનનું વેનિલા કલર વેરિઅન્ટ લોન્ચ થશે. જોકે લોન્ચિંગ પહેલાં જ ફોનનાં અનબોક્સિંગનો વીડિયો પર યુટ્યુબ પર વાઈરલ થયો છે. તે પ્રમાણે ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને સિંગલ પંચ હોલ ડિસ્પ્લે મળશે.

લીક અને મીડિયા રિપોર્ટ પ્રમાણે, ફોનમાં 6.5 ઈંચની FHD+ LCD ડિસ્પ્લે મળશે.

ફોનમાં રિયલમી 8ની જેમ જ મીડિયાટેક હીલિયો G95 પ્રોસેસર મળી શકે છે.

ફોનનું 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.

નાર્ઝો 30 સિરીઝનો આ ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરશે.

ફોટો અને વીડિયોગ્રાફી માટે ફોનમાં 48MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળી શકે છે.

સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા હશે.

ફોન 5000mAhની બેટરીથી સજ્જ હોઈ શકે છે.

સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળી શકે છે.

ફોનની કિંમત ભારતમાં 12,000 રૂપિયા આસપાસ હોઈ શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.