છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 4.01 લાખ કેસ નોંધાયા, આ આંકડો સૌથી વધુ સંક્રમિત અમેરિકામાં મળેલા નવા દર્દીઓથી 7 ગણો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ મૃત્યુ ભારતમાં જ થઈ રહ્યા

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા જેટઝડપે વધી રહી છે. કોરોનાનો વધતો ગ્રાફ સ્પષ્ટ જણાવી રહ્યો છે કે દેશમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આંકડાઓ અનુસાર કોરોનાએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખીને 24 કલાકમાં 4,01,993 લોકોને ‘અડી’ લીધા છે અને આ સાથે જ દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 1,91,64,969 થઈ જવા પામી છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં 3523 લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 1,56,84,406 લોકો સાજા થઈ ચૂક્યા છે જ્યારે અત્યારે 32,68,710ની સારવાર ચાલી રહી છે. છષલ્લા 24 કલાકમાં થયેલા 3523 મોત બાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને હવે 2,11,853 થઈ ગઈ છે. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,45,299 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.રાજ્યોની વાત કરવામાં આવે તો અત્યારે કોરોનાને કારણે મહારાષ્ટ્રની હાલત સૌથી ખરાબ છે. રાજ્યમાં એક જ દિવસમાં 62919 નવા કેસ મળી આવ્યા હતા તો 828 દર્દીઓના મોત નિપજ્યા છે સાથે સાથે 69710 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. જ્યારે બિહારમાં 24 કલાકમાં 2560 નવા કેસ, 80ના મોત, ઉત્તરપ્રદેશમાં 34372 નવા કેસ, 332ના મોત, 32494 દર્દી સાજા થઈ ગયા છે.

દેશમાં એપ્રિલ મહિના દરમિયાન કોરોનાના 66 લાખ નવા કેસ મળી આવ્યા છે જે પાછલા વર્ષે મહામારીની શરૂઆત બાદ સંક્રમણના કેસને લઈને સૌથી વધુ ખરાબ મહિનો સાબિત થયો છે. એપ્રિલ મહિના દરમિયાન નોંધાયેલા નવા કેસ પાછલા છ મહિનામાં સામે આવેલા કેસથી વધુ રહ્યા જે સંક્રમણની બીજી લહેરની ગંભીરતા દર્શાવી રહ્યા છે.સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે એપ્રિલ બાદથી સંક્રમણના કેસ ઝડપથી વધ્યા છે. પાંચ એપ્રિલથી પ્રતિદિવસ એક લાખથી વધઉ કેસ સામે આવવા લાગ્યા જ્યારે 15 એપ્રિલથી તેની સંખ્યા પ્રતિદિવસ બે લાખને પાર કરી ગઈ અને 22 એપ્રિલથી દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. પાછલા ચાર સપ્તાહમાં ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, પંજાબ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહ્યાનું લાગી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.