ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું,

ગુજરાત
ગુજરાત

 ગાંધીનગર : કોરોના વાઈરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. ભારતમાં પણ તેના કારણે લોકડાઉન જેવા કડક પગલાં લઈને તેને પ્રસરતો અટકાવવા પ્રયાસ થઈ રહ્યા છે. આમછતાં દિનપ્રતિદિન રાજ્યમાં કેસો વધી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારની ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કોરોનાનું વંશસૂત્ર શોધી લીધું છે અને તેનું જીનોમ સીકન્સ શોધી લેવાયું છે. તેના કારણે કોરોનાથી પીડિત આખી દુનિયાને આશીર્વાદરૂપ બનશે. ઝ્રર્સ્ંના ટ્વિટર પેજ પર આની માહિતી આપી છે.
 
ગુજરાત બાયો ટેક્નોલોજીએ શોધેલા કોરોનાના રંગસૂત્ર એટલે કે જીનોમ સીકવન્સથી કોરોના વાઈરસ કોવિદ ૧૯ની દવા, રસી અને આડ અસર સહિતની બાબતો શોધવી સરળ બની રહેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરના ટોચના વૈજ્ઞાનિકો કોરોના વાઈરસની માહિતી મેળવવામાં અસફળ રહ્યા હતા. ત્યારે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે કરેલી શોધથી માનવજાત માટે આશીર્વાદરૂપ બનશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.