કોરોના : અત્યાર સુધી ૧૧,૯૦૯ કેસ-૪૦૫ મોતઃ દેશમાં હોટસ્પોટ વાળા ૧૭૦ જિલ્લા, હજુ સુધી કોમ્યુનિટી ટ્રાન્સમિશન થયું નથીઃ સ્વાસ્થ્ય મંત્રાલય

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી.
સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે નિયમિત પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, દેશભરમાં કોરોના કેસ પ્રમાણે વિસ્તારને વિવિધ ઝોનમાં વહેચવામાં આવશે. જિલ્લાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવશે. જેમાં હોટ સ્પોટ જિલાલ, નોન હોટ સ્પોટ જિલ્લા અને ગ્રીન ઝોન જિલ્લા. રાજ્યના ચીફ સેક્રેટરી, ડીજીપી, હેલ્થ સેક્રેટરી, ડીએમ, એસપી વગેરે સાથે કેબિનેટ સેક્રેટરીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. લવ અગ્રવાલે કહ્યું કે, આમા હોટસ્પોટ પર ચર્ચા થઈ હતી. ૧૭૦ જિલ્લા હોટ સ્પોટ જાહેર કરવામાં આવશે, નોન હોટસ્પોટ ૨૦૭ જિલ્લા છે. 
 
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૧,૯૨૧ થઈ ગઈ છે. બુધવારે મહારાષ્ટ્રમાં ૧૧૭ નવા કેસ આવ્યા છે, આ પૈકી મુંબઈમાંથી ૬૬ અને પુણેમાંથી ૪૪ કેસનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી આજે વધુ ૫૬ કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રુપાણીનો ટેસ્ટ નેગેટીવ રહ્યો છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં ૧૧૭, રાજસ્થાનમાં ૪૧ અને પશ્ચિમ બંગાળમાંથી ૨૩ સંક્રમિત લોકોની પુષ્ટિ થઈ છે. આ આંકડા covid19india.org   અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.  આજે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો આંક ૪૦૫ થયો છે. આજે વધુ ૯ લોકોના મોત થયા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી ૨-૨ દર્દીના મોત થયા છે.
 
આ અગાઉ મંગળવારે દેશમાં કોરોનાના ૧ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. મંગળવારે સૌથી વધારે ૩૫૦ દર્દી મુંબઈમાં મળ્યા હતા. મહારાષ્ટ્રમાં હવે ૨૬૮૪ સંક્રમિત થયા છે. અહીંયા મંગળવારે ૧૮ લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં ૧૦૨ અને રાજસ્થાનમાં ૧૦૮ નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પણ આ મહામારી પગ પેસારો કરી રહી છે.
 
તો બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સાંજે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧૬૪૩ નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા ૧૩ એપ્રિલે ૧૨૪૨, ૧૦ એપ્રિલે ૮૫૪ દર્દી સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય રોજ સાંજે છેલ્લા ૨૪ કલાકના આંકડા જાહેર કરે છે. સાથે જ  covid19india.org રોજ સવારે કાઉન્ટીંગ શરૂ કરી દે છે. આ કોરોના ટ્રેકર પ્રમાણે, મંગળવાર સવારથી રાત સુધી ૧૦૩૩ નવા દર્દી મળ્યા છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.