વાવ તાલુકાના મીઠાવીચારણ અને પાલનપુર તાલુકાનાગઠામણ ગામમાં લોકોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ, પાલનપુર
બનાસકાંઠા જિલ્લામાં કોરોના બે કેસ પોઝીટીવ નોંધાતા હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈજેશન દ્વારા અસરકારક વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. નોવેલ કોરોના વાયરસ કોવીડ-૨૦૧૯ની પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૩/૦૩/૨૦૨૦ના જાહેરનામાથી રાજયમાં ધી એપેડેમીક ડીસીઝ એકટ-૧૮૯૭ અન્વયે "ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦" જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ભારત સરકારશ્રીના ગૃહ મંત્રાલયના હુકમ મુજબ તથા ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૫/૦૩/૨૦૨૦થી સમગ્ર દેશમાં ૨૧ દિવસ સુધી આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ મોકુફ રાખવા વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. મિશન ડાયરેકટરશ્રી, રાષ્ટ્રીય સ્વાસ્થય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તે સુચિત વિસ્તાર નકકી કરવા ગાઈડલાઈન નકકી કરવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ હાલમાં મીઠાવીચારણ, તા.વાવ, જિ.બનાસકાંઠાના તથા ગઠામણગામ, તા.પાલનપુર, જિ. બનાસકાંઠા એમ અલગ-અલગ વિસ્તારોમાંથી બે વ્યકિતઓને કોરોના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારી પગલારૂપે લોકોની અવર જવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે. 
         
શ્રી સંદિપ સાગલે, (આઈ.એ.એસ.), જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૦ તથા કલમ-૩૪ તેમજ ધી એપેડમીક ડીસીઝ એકટ ૧૮૯૭ ની કલમ–૨ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે દર્શાવેલ કૃત્ય ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.
નીચે જણાવેલ વિસ્તારને કોવિડ-૧૯ કન્ટેઇનમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવે છે. 
        કોવીડ-૨૦૧૯નો મીઠાવીચારણ, તા.વાવ, જિ. બનાસકાંઠાના ગ્રામ પંચાયતનો તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તાર તથા ગઠામણ ગામ, તા. પાલનપુર, જિ. બનાસકાંઠા ગ્રામ પંચાયતનો તમામ રહેણાંક વિસ્તાર તેમજ મહેસુલી વિસ્તાર.આ વિસ્તારમાં તમામ પ્રકારની અવર-જવર ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે. 
         
મોજે મીઠાવીચારણ, તા.વાવ, જિ. બનાસકાંઠાના ગામની ૮ કી.મી. ત્રિજ્યામાં એટલે કે, બફર એરીયામાં આવતા દૈયપ, મીઠાવીરાણા, તખતપુરા (જો), જોરડીયાલી, તેજપુરા ગામોની હદને સીલ કરવામાં આવે છે, તેમજ મોજે. ગઠામણગામ, તા.પાલનપુર, જિ.બનાસકાંઠાના ગામના ત્રિજ્યામાં એટલે કે બફર એરીયામાં આવતા એસબીપુરા, આકેસણ, ભાવીસણા, સાગ્રોસણા, ભાગળ (જગાણા) અને પાલનપુર સીટી (અક્ષતમ-૩ સોસાયટીથી ગઠામણગામ તરફનો અંદરનો વિસ્તાર) ગામોની હદને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના ગામોમાં આવશ્યક સેવાઓના પુરવઠા સંબંધિત અવર-જવર માટે માત્ર એક જ માર્ગ ખુલ્લો રાખવાનો રહેશે. આવશ્યક ચીજ વસ્તુની ખરીદી માટે ગામની હદની અંદર માત્ર સવાર-૮.૦૦ કલાક થી ૧૧.૦૦ કલાક સુધી મુક્તિ આપવામાં આવે છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળામાં દરમ્યાન દ્વિચક્રીય વાહન પર એક વ્યકિતથી વધુ અને ત્રણ/ચાર ચક્રિય વાહનમાં બે વ્યકિતથી વધુ પ્રવાસ કરી શકશે નહી.
 ઉપર ક્રમ (૨) માં જણાવેલ વિસ્તાર માટે નીચે મુજબનો અપવાદ લાગુ પડશે. 
(૧) સરકારી ફરજ ઉપરની વ્યકિતઓ તથા તેના વાહનો (સરકારી અને ખાનગી સહિત). 
(૨) આ વિસ્તારમાંથી પસાર થતાં તમામ માલવાહક વાહનો. 
(૩) આવશ્યક ચીજવસ્તુનું વેચાણ/વિતરણ કરતાં તંત્ર દ્વારા આપવામાં આવેલ પાસ ધારકો. 
અમલવારીનો સમયઃ
 આ જાહેરનામું તા.૧૩/૦૪/૨૦૨૦ થી તા.૩૦/૦૪/૨૦૨૦ સુધી દિન-૧૮ સુધી અમલમાં રહેશે. 
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતા સને ૧૮૬૦ ની ક.૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.