અમદાવાદમાં 50 ટકા કરતા વધુ સ્ટાફને બોલાવતા AMCએ જોધપુરનું સ્ટાર બજાર અને 4 ઓફિસોને સીલ કરી

ગુજરાત
ગુજરાત

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફિસોમાં 50 ટકા જેટલા જ સ્ટાફને કામ કરવા માટે બોલાવવા સૂચના આપવામાં આવી હતી. છતાં શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાય છે. જેને લઈ દરરોજ AMC દ્વારા ચેકીંગ કરવામાં આવે છે. આજે શુક્રવારે જોધપુર વિસ્તારમાં આવેલા સ્ટાર બજારમાં કોર્પોરેશનની ટેક્સ અને AMTS વિભાગની ટીમે કોરોના ગાઈડલાઈનની તપાસ કરતા 50 ટકાથી વધુ સ્ટાફ હોવાથી સ્ટાર બજારને સીલ કરી દેવામાં આવ્યું હતું.

ગુરુવારે મ્યુનિ. દ્વારા વધુ સ્ટાફ બોલાવતા 4 જેટલા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. મ્યુનિ.ના ટેક્સ વિભાગ અને એએમટીએસની સંયુક્ત ટીમ દ્વારા આજે શહેરના અલગ અલગ ઝોનમાં 275 જેટલી ખાનગી ઓફિસમાં સ્ટાફની હાજરીનું ચેકિંગ કરાયું હતું. જેમાં 4 ઓફિસમાં 50 ટકાથી વધુ સ્ટાફની હાજરી હોવાનું જણાઈ આવ્યું હતું. જેના કારણે મ્યુનિ.એ ઓફિસને સીલ કરી હતી. સૌથી વધારે મધ્યઝોનમાં 85 ઓફિસ, ઉ.પશ્ચિમની 52 ઓફિસ, દ.પશ્ચિમઝોનની 24, પૂર્વઝોનની 37 ઓફિસ, પશ્ચિમ ઝોનમાં 28 ઓફિસ, દક્ષિણ ઝોનમાં 14 ઓફિસ અને ઉત્તરઝોનમાં 35 ઓફિસોની તપાસ હાથ ધરી હતી. જેમાં મધ્યઝોનમાં બે પૂર્વઝોન અને દક્ષિણ ઝોનની 1-1 ઓફિસ મળી કુલ 4 ઓફિસોમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફ હોવાનું જણાઇ આવ્યું હતું.

વસ્ત્રાલમાં વીરો ગોલ્ડને પણ સીલ કરાયું હતું

નોંધનીય છે કે ત્રણ દિવસ પહેલા જ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા શહેરમાં વિવિધ ખાનગી ઓફિસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન 389 ખાનગી ઓફિસો અને એસ્ટાબ્લિશમેન્ટમાં 50 ટકા સ્ટાફ અંગે ચેકિંગ કર્યું હતું. જેમાં પ્રહલાદનગર કોર્પોરેટર રોડ પર આવેલા મેઘમણી હાઉસમાં અને વસ્ત્રાલની વીરા ગોલ્ડમાં 50 ટકાથી વધુ સ્ટાફને બોલાવવા બદલ સીલ કરવામાં આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.