લેન્ડ રોવર ડીફેન્ડરને 2021 વર્લ્ડકાર ડિઝાઇન ઓફ ધ યરનો તાજ એનાયત

ગેઝેટ્સ
ગેઝેટ્સ

● ડિઝાઇન ઇનામ: અનસ્ટોપેબલ ઓલ ટેરેન મોડેલ ન્યુ લેન્ડ રોવર ડીફેન્ડરે આ ઝંખનાયુક્ત એવોર્ડ જીતવા માટે શોર્ટલિસ્ટ કરાયેલ હરીફ પાછળ પાડી દેતા 2021 વર્લ્ડ કાર ડિઝાઇન ઓફ ધ યર જીત્યો હતો
● અસંખ્ય ક્ષમતાઓ: જજીસે ડીફેન્ડરની અલગ ડિઝાઇન, ઓલ-કોનકરીંગ ઓફ રોડ ક્ષમતા, ઉત્કૃષ્ટ ઓન-રોડ પરિમાણો અને 21મી સદીની વ્યવહારુતા અને કનેક્ટીવિટીની પ્રશંસા કરી હતી
● ગ્રાહક આકર્ષણ:આ શ્રેણી 90થી 110 બોડી ડિઝાઇન તેમજ પ્લગ-ઇન હાઇબ્રિડથી નવી V8 સુધી પાવરટ્રેઇન્સ સહિતની અતુલ્ય પસંદગી પૂરી પાડે છે
● સતત સફળતા: તાજેતરના ઇનામનો અર્થ એ થાય છે કે ડીફેન્ડરે લોન્ચ થઇ ત્યારથી 53 આંતરરાષ્ટ્રીય એવોર્ડ્ઝ જીત્યા છે, જેમાં લેન્ડરોવર 90થી 110 સુધીની અણધારી માગ અનુભવી રહી છે

વ્હીટલી, યુકે, મંગળવાર 20 એપ્રિલ 2021– લેન્ડ રોવર ડીફેન્ડરને વાર્ષિક વર્લ્ડ કાર એવોર્ડ્ઝમાં 2021 વર્લ્ડ કાર ડિઝાઇન ઓફ ધ યરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. લેન્ડરોવરે અગાઉ રેન્જ રોવર વેલાર (2018) અને રેન્જ રોવર ઇવોક (2012) અને તાજેતરના તેના મજબૂત 4×4 માટેના વૈશ્વિક એવોર્ડઝ જીતવાને પગલે આ ઝંખનાયુક્ત ઇનામ પ્રાપ્ત કર્યો હોય તેવું લેન્ડ રોવર માટે ત્રીજી વખત બન્યુ છે.

ન્યુ ડીફેન્ડર 70થી વધુ વર્ષના લેન્ડ રોવર હોલમાર્ક રહેલા તેના સૌપ્રથમ વખતના જુસ્સાને ખરી રીતે વળગી રહી છે અને 21મી સદી માટે સાહસોને પુનઃનિર્ધારિત કરે છે. નામ, આકાર અને ક્ષમતામાં વિશિષ્ટતા ધરાવતી આ બોડી ડિઝાઇનમાં અનેક પ્રકારની પસંદગી ધરાવે છે અને ગ્રાહકો પોતાના વિશ્વને અલગ રીતે કંડારી શકે તે માટે ચાર એસેસરી પેક્સની પસંદગી સાથે વધુ અંગત પણ બનાવી શકાય છે.

વર્લ્ડ કાર ડિઝાઇન ઓફ ધ યર ઇનામ છેલ્લા 12 મહિનામાં અત્યંત શ્રેષ્ઠ રહેલી નવી કારને ઓળખી કાઢે છે અને ટેકનિકલ નવીનતાના અને ડિઝાઇનના ઊંચા ધોરણો કે જે સ્થાપિત સીમાઓને વેગ આપતા હોય તેવા વ્હિકલને પ્રોત્સાહન આપે છે.

જેગુઆર લેન્ડ રોવરના ઓબીઇ, ચિફ ક્રિયેટીવ ઓફિસર પ્રો. ગેરી મેકગોવેને જણાવ્યું હતુ કે:“ન્યુ ડીફેન્ડર પર તેના ભૂતકાળનો પ્રભાવ છે અને અમને ખુશી છે કે તેને આ પ્રકારના એવોર્ડથી સન્માન આપવામાં આવ્યુ છે. અમારો હેતુ તેના જાણીતા ડીએનએ અને ઓફ રોડ ક્ષમતાને જાળવી રાખીને એન્જિનીયરીંગ, ટેકનોલોજી અને ડિઝાઇનને સીમાઓને આગળ ધપાવે તેવી 21મી સદીની ડીફેન્ડરનું સર્જન કરવાનો હતો. તેનું પરિણામ છે આકર્ષક 4×4 જે ગ્રાહકો સામે લાગણીયુક્ત સ્તરે પડઘો પાડે છે.”

ચાલુ વર્ષે અન્ય ચાર એવોર્ડ કેટેગરીમાં સ્પર્ધા કરતા દરેક સ્પર્ધકો વર્લ્ડ કાર ડિઝાઇન ઓફ ધ યર ઇનામ માટે લાયક હતા. સાત ઓટોમોટીવ ડિઝાઇન નિષ્ણાતોની પેનલે જ્યુરી પેનલનું સર્જન કરતા 93 આંતરરાષ્ટ્રીય પત્રકારો દ્વારા બનાવવામાં આવેલી જ્યૂરીના આખરી મત માટે ભલામણોને શોર્ટલિસ્ટ કરવા માટે સ્પર્ધકોની સમીક્ષા હાથ ધરી હતી.

ડિઝાઇન નિષ્ણાતમાં ગેમોટ બ્રાચ્ટ (જર્મની – ફોર્ઝહેમ ડિઝાઇન સ્કુલ, ઇયાન કાલુમ (યુનાઇટેડ કિંગ્ડમ – (CALLUM, ના ડિઝાઇન ડિરેક્ટર), ગર્ટ હીલ્ડરબ્રાન્ડ (જર્મની – હીલ્ડરબ્રાન્ડ ડિઝાઇનના માલિક), પેટ્રીક લે ક્યુમેન્ટ (ફ્રાંસ – ડિઝાઇનર અને સ્ટ્રેટેજી કમિટી ધ સસ્ટેનેબલ ડિઝાઇન સ્કુલના પ્રિસડન્ટ), ટોમ મેટાનો (યુએસએ – એકેડમી ઓફ આર્ટ યુનિવર્સિટી, મઝદાના ભૂતપૂર્વ ડિઝાઇન વડા), વિક્ટર નાસિફ (યુએસએ – ચિફ ક્રિયેટીવ ઓફિસર, Brojure.com અને ન્યુ સ્કુલ ઓફ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇનના ડિઝાઇન ઇન્સ્ટ્રક્ટર) અને શિરો નાકામુરા (જાપાન – સીઇઓ, શિરો નાકામુરા ડિઝાઇન એસોસિયેટ્સ ઇન્ક)નો સમાવેશ થાય છે.

અલગ પડતા સિલહૌટ ન્યુ ડીફેન્ડર તૂરંત ઓળખી શકાય તેવી બનાવે છે તેમજ લઘુત્તમ ફ્રંટ અને રિયર ઓવરહેન્ગ્સ સાથે શ્રેષ્ઠ દ્રષ્ટિકોણ અને ડિપાર્ચર એન્ગલ્સ પૂરા પાડે છે. લેનડ્ રોવરના ડિઝાઇનર્સે પરિચિત ડીફેન્ડર ટ્રેડમાર્કને ફરીથી અમલમાં મુકતા 4×4 હેતુપૂર્ણ અપરાઇટ વલણ અને ઓલ્પાઇન લાઇટ વિન્ડોઝ રૂફમાં આપી છે, તેમજ બાજુ રિયર ટેઇલગેટ અને બાહ્ય રીતે જડેલા વ્હીલને યથાવત રાખ્યા છે જે તેને અસલની સાથે ઓળખી શકાય તેવી બનાવે છે.

અસલ ડીફેન્ડરની સ્ટ્રીપ્ડ બેક પર્સનાલિટીને અંદરના ભાગમાં પણ જાળવવામાં આવી છે, જ્યાં સ્ટ્રક્ચરલ એલિમેન્ટ્સ અને ફિક્સીંગ સામાન્ય રીતે દેખાતા નથી તેને દેખાય તેવા કરવામાં આવ્યા છે, તેમજ સાથે સાદરી અને વ્યવહારુતા પર પણ ભાર મુકવામાં આવ્યો છે. ડીફેન્ડર 110 પાંચ, છ અથવા 5+2 સિટીંગ કંફીગરેશન્સ ઓફર કરે છે, જ્યારે કોમ્પેક્ટ ફેમિલી હેચબેકની લંબાઇવાળા 90 વ્હિકલમાં છ વ્યક્તિઓને સમાવવા માટે સક્ષમ છે.

ડીફેન્ડરની ક્ષમતાની બ્રેડ્થે ઓફરોડ મજબૂતાઇ અને ઓન રોડ આરામની મર્યાદાઓમાં વધારો કર્યો છે. લેન્ડ રોવરની D7x એલ્યુમિનીયમ પ્લેટફોર્મ – બ્રાન્ડના ક્યારેય ન હોય તેવા ખડતલ બોડી સ્ટ્રક્ચર – એડવાન્સ્ડ ઓલ –ટેરેન ટેકનોલોજીસ અને અદ્યતન પાવરટ્રેઇન્સ અનસ્ટોપેબલ ક્ષમતા ડિલીવર કરે છે. તે દરેક ભૂ-પ્રદેશમાં ડ્રાઇવ અને સુંદર આરામ આપે તે રીતે સજ્જ બનાવવામાં આવી છે, અને યુરો NCAP ખાતેના નિષ્ણાતોએ ડીફેન્ડરને મહત્તમ ફાઇવ-સ્ટાર સેફ્ટી રેટિંગ આપ્યુ છે.
તેને લોન્ચ કરી ત્યારથી જ ડીફેન્ડરે 50 કરતા વધુ વૈશ્વિક પ્રશંસાઓ પ્રાપ્ત કરી છે જેમાં ટોપ ગિયર્સ 2020 કાર ઓફ ધ યર, મોટર ટ્રેન્ડના 2021 એસયુવી ઓફ ધ યર અને ઓટોકારના બેસ્ટ એસયુવી 2020નો સમાવેશ થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.