સેન્સેક્સ 883 અંક ઘટ્યો, નિફ્ટી 14359 પર બંધ, પાવર ગ્રીડ કોર્પ, ONGCના શેર ઘટ્યા

Business
Business

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 883 અંક ઘટીને 47949 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 258 અંક ઘટીને 14359 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ONGC, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 4.17 ટકા ઘટીને 201.15 પર બંધ રહ્યો હતો. ONGC 3.91 ટકા ઘટીને 103.10 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ઈન્ફોસિસના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 1.58 ટકા વધીને 4970.55 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 0.74 ટકા વધીને 1362.60 પર બંધ રહ્યો હતો.

શુક્રવારે અમેરિકાનાં બજાર વધારા સાથે બંધ થયાં હતાં. ડાઉ જોન્સ 0.48 ટકાના વધારા સાથે 164.68 અંક ઉપર 34200.70 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.10 ટકાના વધારા સાથે 13.58 અંક ઉપર 14052.30 પર બંધ થયો હતો. S&P ઈન્ડેક્સ પણ 15.05 પોઈન્ટ ઉપર 4185.47 પર બંધ થયું. આ રીતે ફ્રાન્સ અને જર્મનીનું બજાર પણ વધારા સાથે બંધ થયું હતું.

NSE પર હાલના પ્રોવિઝનલ ડેટા મુજબ, 16 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 473.51 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 657.55 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. શુક્રવારે સેન્સેક્સ 28 અંક વધી 48,832 પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી પણ 36 અંક વધી 14,617 પર બંધ થયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.