પાલનપુરના આ ગામમાં અતિથિ માટે કડક નિયમો, ઘર બહાર પોસ્ટર લાગ્યા, કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હશે તો જ ઘરમાં પ્રવેશ

બનાસકાંઠા
બનાસકાંઠા

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ઘર આગળ જાગૃતિના બોર્ડ લગાવવા લાગ્યા છે. જેમાં મહેમાનોને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે હોય તો જ ઘરમાં પ્રવેશ કરવાનું બોર્ડ લગાવીને અન્ય લોકોને પણ કોરોના મામલે જાગૃત રહેવા સલાહ આપી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના તેનો કહેર વર્તાવી રહ્યો છે. જિલ્લાના અનેક ગામોમાં કોરોનાએ મજબૂત પગપેસારો કર્યો છે. જેમાં અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢમાં પ્રવીણભાઈ અગ્રવાલ નામના વ્યક્તિએ તો ઘરમાં મહેમાનોને પ્રવેશવા પર પણ રોક લગાવી છે. પ્રવીણભાઈ અગ્રવાલે પોતાની ઘરની બહાર બોર્ડ લગાવ્યું છે.

આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈ આવવું

જેમાં અત્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. જેથી કોઈએ મહેમાનગતિએ આવવું નહીં. કારણ કે અમને અમારા પરિવારની ચિંતા છે. અને અત્યંત જરૂરી હોય તો સાથે આરટીપીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈ આવવું. નહીંતર ઘરમાં પ્રવેશ મળશે નહીં. આવી રીતે બોર્ડ મારતા કોરોના ગાઈડ લાઈનનું પાલન પણ થાય છે. બીજી તરફ લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યાં છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.