બાવસરમાં ગેસ સિલિન્ડર ફાટતાં આગ લાગતાં મહિલાનું મોત

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના બાવસર ગામમાં હોળીના દિવસે જ સવારના પહોરમાં ગેસનો બાટલો ફાટતાં ઘરમાં લાગેલી આગમાં દરજી પરિવારના સાત સભ્યો દાજી#જતાં સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના બાર દિવસ બાદ એક મહિલાનું અવસાન થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું..હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં આવેલ બાવસર ગામમાં પ્રફુલભાઇ બાબુભાઈ દરજીના ઘરમાં હોળીના દિવસે સવારે ગેસ સિલિન્ડર ફાટતાં ઘરમાં આગ પ્રસરી ગઈ હતી અને ઘરવખરી સહિત ફર્નિચર કપડાં બળીને ખાક થઇ ગયા હતા. જયારે 7 સભ્યો દાઝી જતાં તેમને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ બાદમાં અમદાવાદ સિવિલમાં વધુ સારવાર માટે ખસેડ્યા હતા.જયાં સારવાર દરમ્યાન ગુરુવારના રોજ અમદાવાદ સિવિલમાં તારાબેન ભીખાભાઇ દરજીનું અવસાન થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.હિંમતનગર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદચંદ્ર પટેલે પરિવારની મુલાકાત લઇ સાંત્વના પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.