બુસ્ટર ડોઝના ટ્રાયલને મળી SECની મંજૂરી, બીજા ડોઝના 6 મહિના બાદ આપવામાં આવશે ત્રીજો ડોઝ

Other
Other

દેશમાં કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે કોરાના વેક્સિનને લઈને સારા સમાચાર આવ્યાં છે. ડ્રગ રેગ્યુલેટરના વિષયમાં એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનના ટ્રાયલમાં ભાગીદારી રહેલા વોલંટિયર્સને ત્રીજા ડોઝ માટેના ટ્રાયલને પરવનાગી આપી દીધી છે. હૈદ્રાબાદ સ્થિત કંપનીએ ડ્રગ રેગ્યુલેટરની પાસે બે ડોઝ બાદ ત્રીજો એટલે કે બુસ્ટર ડોઝના ટ્રાયલ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો.

એસઈસીની મંજૂરી મળ્યા બાદ પગલામાં સામેલ વોલિંટિયર્સને વેક્સિનના બીજા ડોઝના 6 મહિના બાદ કોવેક્સિનનો ત્રીજો ડોઝ આપવામાં આવશે. બુસ્ટર ડોઝ આપ્યાના 6 મહિના સુધી ભારત બાયોટેક વોલિંટિયર્સના સ્વાસ્થ્યનું અપડેટ લેતા રહેશે. તેની સાથે જ તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે શરીરમાં ઈમ્યુનિટીના ઘટાડા અને વધારા અને નવા વેરિએન્ટથી બચવામાં કેટલી મદદ મળે છે.

ભારત બાયોટેકે સરકારની સામે પ્રસ્તાવ રાખ્યો હતો કે, કોવેક્સિનનો ત્રીજો ડોઝ લગાવ્યા બાદ કોરોના વાયરસની સામે શરીરની ઈમ્યુનિટી ઘણા વર્ષો સુધી વધી શકે છે. તેની સાથે જ કોવિડ-19ના નવા વેરિઅન્ટથી બચવાની તક મળશે. અને નવા સ્ટ્રેન મ્યુટેશન કરીને પેદા નહીં થઈ શકે. તે બાદ એક્સપર્ટ પેનલે બુસ્ટર ડોઝની અનુમતિ આપી દીધી છે.

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને પાછલા 24 કલાકમાં દેશમાં 81446 નવા કેસો સામે આવ્યાં છે. તે બાદ દેશમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1 કરોડ 23 લાખ 3 હજાર 131 થઈ ગઈ છે. પાછલા 24 કલાકમાં 469 લોકોના મોત નીપજ્યાં છે. જે બાદ મોતનો આંકડો 1 લાખ 63 હજાર 396એ પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં 50356 લોકો કોરોના વાયરસથી સ્વસ્થ થયા છે. અને અત્યારસુધીમાં 1 કરોડ 15 લાખ 25 હજાર 39 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના એક્ટિવ કેસોમાં 31110નો વધારો થયો છે. અને દેશમાં 6લાખ 14 હજાર 696 લોકોની સારવાર ચાલી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.