ખેડબ્રહ્મા તાલુકામાં માત્ર બે દિવસમાં 51 પોઝિટિવ,48 હોમઆઈસોલેટ, 3 દાખલ

સાબરકાંઠા
સાબરકાંઠા

ખેડબ્રહ્મા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસ દરમિયાન કરવામાં આવેલ કોરોના ટેસ્ટમાં વરવી વાસ્તવિકતા બહાર આવી છે. સૂત્રોના જણાવ્યાનુસાર તા.30/03/21ના રોજ તાલુકાના 64 વ્યક્તિનો ટેસ્ટ કરાતા 30 અને તા. 31/03/21 ના રોજ તાલુકાના 48 વ્યક્તિનો ટેસ્ટ કરાતા 21 મળી બે દિવસમાં કુલ 51 વ્યક્તિઓનો રીપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. 51 પૈકી માત્ર 03 દર્દીને એડમીટ કરાયા છે જ્યારે 48 પોઝિટિવ દર્દી એસિમ્પ્ટોમેટિક હોઇ અને કોઇ સમસ્યા ન હોવાથી એડમીટ થવા ઇન્કાર કરતા હોમ આઈસોલેટ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જોકે, આરોગ્ય વિભાગના આંકડામાં આ પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થયો નથી. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન બે બેંકના 5 કર્મચારી સહિત વધુ 22 પોઝિટિવ કેસ નોંધાયા હતા. બેન્ક કર્મચારી સિવાયના 17 પોઝિટિવ કેસ પૈકી 12 પોઝિટિવ દર્દી એસિમ્પ્ટોમેટિક હોવાથી હોમ આઈસોલેટ કરી જરૂરી સારવાર શરુ કરી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. હિંમતનગર શહેરની પંજાબ નેશનલ બેંકના 4 કર્મચારી એક સાથે સંક્રમિત થયા છ. અન્ય એક બેંકનો કેશીયર પણ સંક્રમિત થયાનુ જાણવા મળી રહ્યુ છે.

આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરમાં નિકુંજ સોસાયટીમાં 26 વર્ષિય મહિલા, ઇલોરા પાર્ક સોસાયટીમાં 37 વર્ષિય પુરૂષ, કર્ણાવતી સોસાયટીમાં 62 વર્ષિય પુરૂષ, રાધે બંગ્લોઝમાં 44 વર્ષિય મહિલા, ગીરધરનગર સોસાયટીમાં 53 વર્ષિય પુરૂષ, સાકાર બંગ્લોઝમાં 20 વર્ષિય પુરૂષ, યશવી બંગ્લોજમાં 27 વર્ષિય મહિલા, અક્ષર સોસાયટીમાં 33 વર્ષિય પુરૂષ, અમરપાર્ક સોસાયટીમાં 68 વર્ષિય મહિલા, રામબાગ સોસાયટીમાં 19 વર્ષિય પુરૂષ, નિકુંજ સોસાયટીમાં 26 વર્ષિય મહિલા, તલોદમાં સા.આ.કે. ક્વાર્ટર માં 45 વર્ષિય પુરૂષ, વડાલીમાં ડોભાડા ગામમાં 25 વર્ષિય પુરૂષ, પ્રાંતિજ માં બજાર રોડ પાસે 79 વર્ષિય મહિલા, ઇડરમાં પારેખવાડામાં 55 વર્ષિય પુરૂષ, સુદ્રાસણામાં 43 વર્ષિય પુરૂષ, પૃથ્વીપુરામાં 50 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.