ભારતમાં આ 5 કારોની છે ભારે માગ, જાણો કેટલો છે તેનો વેટિંગ પીરિયડ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતમાં ઓટો ઈન્ડસ્ટ્રીની ઘણી કારો એવી છે જેની માર્કેટમાં ઘણી ડિમાંડ છે. આ કારો માટે તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે.વિતેલા વર્ષમાં કોરોના કાળના કારણે ઓટો ઈન્ડસ્ટ્રી માટે ઘણો ખરાબ સાબિત થયો હતો. પરંતુ આ વર્ષે ઈન્ડસ્ટ્રીને થોડુ બુસ્ટર મળ્યું છે. મહિન્દ્રાની આ પોપ્યુલર થારને ભારતમાં ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે. આ કાર પાછલા વર્ષમાં લોન્ચ કરવામાં આવી હતી. તેના સક્સેસનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે, જો તમે અત્યારે આ કારને ખરીદવા માગો છો તો તેના માટે તમારે 9 મહિનાની રાહ જોવી પડશે. થારનું વેટીંગ પીરિયડ 9 મહિનાનો છે.

ક્રેટા હુંડાઈની સૌથી સારૂ વેચાણ ધરાવતી કારોમાંથી એક છે. આ શાનદાન એસયુવી માટે તમારે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. તેનો વેટીંગ પીરિયડ પણ 9 મહિનાનો છે.સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીની અર્ટીગા આ સમયે બેસ્ટ એમપીવી માનવામાં આવી રહી છે. આ સસ્તી કારને ખરીદવા તમે મન બનાવી રહ્યાં છો તો તમારે 8 મહિના સુધી રાહ જોવી પડશે.

નિસાનની આ શાનદાર કારને પાછલા વર્ષે કોરોના કાળમાં લોન્ચ કરવામાં આી હતી. આ કારની ભારતમાં ખુબ જ માગ છે. નિસાનની આ કાર માટે છ મહિના કરતા વધારે સમય રાહ જોવી પડી શકે છે. Kia Sonet પણ ભારતમાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. આ કારને સૌથી સારો રિસપોન્સ મળી રહ્યો છે.આ કાર ખરીદવા માટે તમારે છ મહિનાની રાહ જોવી પડે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.