વધતા કોરોના સંક્રમણની વચ્ચે કેવી રીતે ઉજવશો હોળી અને ઈદ, કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યા આ આદેશો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એક તરફ દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરે જોર પકડ્યું છે તો બીજી તરફ હોળી અને ઈદ સુધી તહેવારો પણ આવવાના છે. તેવામાં કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને ઘણા સૂચનો આપ્યાં છે. અને કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કહ્યું છે કે તહેવારો દરમયાન ભીડને નિયંત્રણમાં રાખવામાં આવે અને માસ્ક તથા સોશયલ ડિસ્ટન્સીંગ જેવા નિયમોનું પાલન કરવામાં આવે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યોને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, તહેવારો દરમયાન ભીડ ઉપર નજર રાખો અને તેને નિયંત્રિત કરવા માટે પગલા ઉપાડો. કોરોના નિયમોનું કડકાઈથી પાલન કરાવવામાં આવે. ગૃહ સચિવે રાજ્યોના મુખ્ય સચિવોના નામે લખેલી ચિઠ્ઠીમાં કહ્યું છે કે, તમે જાણો છો કે દેશ એક મહત્વના સમયમાંથી પસાર થઈ રહ્યો છે.કારણ કે કેટલાક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સ્થિતિના આકલન બાદ ગૃહ મંત્રાલયે 23 માર્ચના રોજ ગાઈડલાઈન્સ જાહેર કરી હતી.જેમાં ભાર મુકવામાં આવ્યો હતો કે, ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ પ્રોટોકોલને કડકાઈથી લાગુ કરવામાં આવે.

આગળ તેમણે જણાવ્યું છે કે, આગામી તહેવારોમાં હોળી, શબ-એ-બારાત, ખેતી સાથે જોડાયેલા તહેવારો, ઈસ્ટર, ઈલ ઉલ ફિતરને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્ર શાસિક પ્રદેશોના પ્રશાસન ભીડને નિયંત્રીત કરો અને કોરોના નિયમોનું પાલન કરાવવામાં આવે. જેવી રીતે માસ્ક પહેરવું અને સોશયલ ડિસ્ટેન્સીંગનું ધ્યાન રાખવામાં આવે. આ સંબંધમાં સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પત્ર જાહેર કરવામાં આવ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.