ટેકનોએ વાજબી કિંમતે નવી પ્રોડક્ટ રેન્જ સાથે પોતાનો એસેસરિઝ પોર્ટફોલિયો વિસ્તાર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

વૈશ્વિક પ્રીમિયમ સ્માર્ટફોન બ્રાન્ડ ટેક્નોએ આજે સ્માર્ટફોન એસેસરિઝની સીરિઝની જાહેરાત કરી છે. કંપનીઓ પોતાના પ્રોડક્ટ પોર્ટફોલિયોનો વિસ્તાર કરવા અને પોતાના કનેક્ટેડ ડિવાઇસિઝ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે આ પગલું ભર્યું છે. બ્રાન્ડે ઓલ ન્યુ ટીડબલ્યુએસ બડ્સ ૧, હોટ બીટ્સ જે૨ અને પ્રાઇમ પી ૧ ઇયરફોન લોંચ કર્યાં છે. આ સાથે ફાસ્ટ ચાર્જિંગ યુએસબી કેબલ એમ૧૧ પણ લોંચ કરવામાં આવ્યો છે, જે ગ્રાહકોને વિવિધ પ્રોડક્ટ્સમાંથી પસંદગીનો વિકલ્પ પ્રદાન કરે છે. આ નવી પ્રોડક્ટ્સની રજૂઆત ટેક્નોને સ્પર્ધાત્મક કિંમતે મૂલ્ય સંબંધિત સંવેદનશીલ એક્સસરિઝ સેગમેન્ટમાં પોતાની સ્થિતિ સુદ્રઢ બનાવવામાં સક્ષમ બનાવશે.

ટ્રાન્ઝિયન ઇન્ડિયાના સીઇઓ અરિજીત તાલાપાત્રએ જણાવ્યું હતું કે, “ભારતમાં સ્માર્ટફોન એસેસરિઝ માર્કેટ ઝડપથી વિકસી રહ્યું છે. વર્ષ ૨૦૨૧માં આ માર્કેટ વધુ ઝડપથી વિકસવાનો અંદાજ છે. ગ્રાહકો દ્વારા ઓડિયો, પોર્ટેબિલિટી અને સ્માર્ટ એસેસરિઝ, ફાસ્ટ ચાર્જિંગ ધરાવતા ડિવાઇસિસની માગમાં વધારો થયો છે. તેનાથી સ્માર્ટફોન નિર્માતા પોતાના ઇનહાઉસ એસેસરિઝ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરી રહ્યાં છે. તેનાથી કંપની હાઇ કનેક્ટેડ ડિવાઇસ ઇકોસિસ્ટમ યુઝર્સને પ્રદાન કરી શકી છે, જેનાથી લોકો વાજબી કિંમતે બેજોડ મ્યુઝિકનો અનુભવ કરવામાં સફળ થઇ રહ્યાં છે. નવી પ્રોડક્ટ્સની સાથે ટેક્નોનો પોર્ટફોલિયો હવે વધુ મજબૂત થઇ ગયો છે. તેણે ટેક્નોના કનેક્ટેડ ડિવાઇસ ઇકોસિસ્ટમને સારી બનાવવામાં મદદ કરી છે. આ ગ્રાહકોના અનુભવમાં વધારો કરશે. અમે ગત વર્ષે હાઇપોડ્સ એચ૨ અને મીનીપોડ લોંચ કર્યાં હતાં. આ પ્રોડક્ટ્સ માટે અમને જે પ્રકારે પ્રતિસાદ મળ્યો છે, તેનાથી અમે ટેક્નોના પ્રોડક્ટ પોર્ટફોલિયોને મજબૂત કરવા માટે તથા એસેસરિઝ લાવવા માટે પ્રેરિત થયાં છીએ.”

ટેક્નો ઇયરબડ્સ ૧ (ટીડબલ્યુએસ), હવે તમે કોઇપણ મ્યુઝિકલ એસેસરિઝ સાથે પોતાના નાણાની સાચી કિંમત વસૂલવા માગતા હોવ તો ટેક્નો ઇયરબડ્સ તે કસોટી ઉપર એકદમ ખરા ઉતરે છે. વાયરલેસ બડ્સ ૧ માં ૪૦ એમએએચ ૨ બેટરી છે, જે એકવાર ચાર્જ કરવા ઉપર ૪ કલાકનો મ્યુઝિક ટાઇમ આપે છે. જો તેને ૩૦૦ એમએએચના ચાર્જિંગ કેસની સાથે ઉપયોગમાં લેવામાં આવે તો તેનાથી ૧૨ કલાકથી વધુ સમય સુધી ઓડિયો સાંભળી શકાય છે. આ સ્થિર અને સુગમતાથી મ્યુઝિક સાંભળવા માટે અદ્યતન બ્લુટુથ ૫.૦ ટેકનીકથી સજ્જ છે. સ્માર્ટ ટચચ સેન્સર કોલ્સ, મ્યુઝિક, વોઇસ આસિસ્ટન્ટ અને ટેક્નો સ્માર્ટપોનના ફ્રેન્ડલી પોપઅપ કનેક્શનના ઇન્ટરફેસને કંટ્રોલ કરીને યુઝર્સનો ઓડિયો સાંભળવાનો અનુભવ બેજોડ બને છે. તે પાણીની બુંદો અને પરસેવાને રોકવા માટે આઇપીએક્સ૪ સુરક્ષાથી સજ્જ છે, જેનાથી તમે જોગિંગ અથવા સખત વર્કઆઉટ કરતી વખતે પણ મ્યુઝિકની મજા લાઇ શકો છો. સોફ્ટ સિલિકોનના ઇયર ટિપ્સ અને ઇયર હુક્સ મહેનત અને થકવી નાખતા કામ કરવા દરમિયાન તમારા કાન ઉપર મુલાયમ પકડ બનાવે છે. આ વાયરલેસ ઇયરબડ્સના ૨ મોડ છે, જેમાં સિંગલ અને ડબલ સામેલ છે. આ બંન્ને મોડ વચ્ચે એક સ્વિચ છે, જેનાથી તમે ડ્રાઇવિંગના સમયે સરળતાથી સ્વિચ ઓન અથવા સ્વિચ ઓફ કરી શકો છો કે જ્યારે ગાડી ચલાવતી વખતે બેકગ્રાઉન્ડમાં અવાજ સાંભળવો જરૂરી હોય. આ ફીચરના માધ્યમથી કોલ અટેન્ડ કરવા માટે તુરંત ઇયરબડ્સ હટાવી શકાય છે અને એક કાનને ટ્રાફિકના અવાજ સાંભળવા માટે સ્વતંત્ર રાખી શકાય છે. ટેક્નો ઇયરબડ્સ ૧ની કિંમત રૂ. ૧,૨૯૯ છે.

વાયર્ડ ઇયરફોન – જો તમે સખત, મજબૂત, સ્ટાઇલિશ અને વિશ્વસનીય ઇયરફોન ખરીદવા ઇચ્છતા હોવ, જે મુસાફરી દરમિયાન તમારી મ્યુઝિક સાંભળવાની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે તો ટેક્નોના ઇયરફોનનો નવો સેટ તમારા માટે એકદમ પરફેક્ટ છે.

• હોટ બીટ્સ જે ૨ –હોટ બીટ્સ જે ૨ ઇયરફોન ડ્યુઅલ સાઉન્ડ ડ્રાઇવરથી સજ્જ છે, જેનાથી યુઝર્સને ક્રિસ્ટલ ક્લિઅર સાઉન્ડ મળે છે. આ ઇયરફોનને કંટ્રોલ કરવા માટે તેમાં ઘણાં ફંક્શન આપવામાં આવ્યાં છે. જેમાં યુઝર્સને મ્યુઝિક પ્લે કરવા, તેને બંધ કરવા, વોલ્યુમને એડજસ્ટ કરવા, કોલ અટેન્ડ કરવા અથવા કોલ ન ઉઠાવવાની સુવિધા મળે છે. તેના મ્યુઝિકને વધુ વિશેષ બનાવવા માટે તેને ક્વાડ સ્પીકરથી સજ્જ કરવામાં આવ્યું છે, જે બહારથી આવતા અવાજને તમારા કાન સુધી પહોંચવા નથી દેતું. હોટ બીટ્સ જે ૨ ઇયરફોનને ૧.૨ મીટરની ટીપીઇ થ્રેડ વાયર સાથે સુરક્ષિત કરવામાં આવ્યું છે. હોટ બીટ્સ જે ૨ની કિંમત રૂ. ૩૪૯ રાખવામાં આવી છે.
• પ્રાઇમ પી૧ – ટેક્નો પ્રાઇમ પી૧ ઉત્તમ અને ચમકદાર મેટાલિક ડિઝાઇન અને ટીપીઇ વાયરમાં ઉપલબ્ધ છે. તેમાં હેન્ડ્સ ફ્રી કોલિંગ માટે માઇક્રોફોનની સુવિધા પણ આપવામાં આવી છે. તેમાં મ્યુઝિક પ્લે કરવા, બંધ કરવા અને અવાજની વધઘટ માટે મલ્ટી ફંક્શન બટન રિમોટ આપવામાં આવ્યું છે. પ્રાઇમ પી૧ ઇયરફોનમાં સુપર ક્લિઅર ઓડિયો ક્વોલિટી અને જબરદસ્ત બાસ મળે છે. હળવા વજનથી યુઝર્સ તેને સરળતાથી સાથે રાખી શકે છે. પ્રાઇમ પી૧ની કિંમત રૂ. ૨૨૫ રાખવામાં આવી છે.

કેબલ એમ ૧૧ – આ અલ્ટ્રા-લોંગ ૨એ ફાસ્ટ ચાર્જિં, માઇક્રો યુએસબી કેબલથી ૫.૦વી-૨.૧ એ ની ગતિથી હાઇ સ્પીડ ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. આ ૧ મીટરનો કેબલ ઘણો મજબૂત છે, જે કોઇપણ નુકશાન સામે એકદમ સુરક્ષિત છે. કેબલ એમ ૧૧ની કિંમત રૂ. ૧૨૫ છે. કંપની વાયર્ડ ઇયરફોન્સ અને ડેટા કેબલ ઉપર ત્રણ મહિનાની રિપ્લેસમેન્ટ વોરંટી પણ આપે છે. આ ઉપરાંત કંપની બડ્સ ૧ ઉપર છ મહિની વોરંટી આપે છે. આ એસેસરિઝને ટેક્નોના ઓફલાઇન રિટેઇલ આઉટલેટ્સ ઉપર ખરીદી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.