3700 કરોડની છેતરપિંડી : સી.બી.આઈ.ના 11 રાજ્યોમાં દરોડા, ગુજરાતના આ શહેરોમાં કાર્યવાહી

ગુજરાત
ગુજરાત

સીબીઆઇએ ૩૭૦૦ કરોડ રૃપિયાની બેંક છેતરપિંડીના ૩૦ કેસોની તપાસ હેઠળ ગુજરાત સહિત ૧૧ રાજ્યોના ૧૦૦ સ્થળોએ દરોડા પાડયા હતાં. ભારતની વિવિધ સરકારી બેંકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદને ધ્યાનમાં રાખીને આ દરોડા પાડવામાં આવ્યા હતાં.

ફરિયાદ દાખલ કરનાર સરકારી બેંકોમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઇ, કેનેરા બેંક, ઇન્ડિયન બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનો સમાવેશ થાય છે.

સીબીઆઇના પ્રવક્તા આર સી જોશીના જણાવ્યા અનુસાર કાનપુર, દિલ્હી, ગાઝિયાબાદ, મથુરા, નોઇડા, ગુડગાંવ, ચેન્નાઇ, તિરુવરુર, વેલ્લોર, તિરુપ્રુર, બેંગાલુરુ, ગુંતુર, હૈદરાબાદ, બેલ્લારી, વડોદરા, કોલકાતા, પશ્ચિમ ગોદાવરી, સુરત, મુંબઇ, ભોપાલ, નિમડી,. તિરુપતિ વિશાખાપટ્ટનમ, અમદાવાદ, રાજકોટ, કર્નાલ,. જયપુર અને શ્રી ગંગાનગરમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.

જોશીએ વધુમાં જણાવ્યું હતું કે સીબીઆઇને સરકારી બેંકો તરફથી બેંક છેતરપિંડી, ફંડનું ડાયવર્ઝન, ડિફોલ્ટર કંપની દ્વારા નકલી દસ્તાવેજો રજૂ કરવા સહિતની અનેક ફરિયાદો મળી હતી. નકલી દસ્તાવેજોને આધારે આપવામાં આવેલી લોન એનપીએ બની જતા બેંકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.