હેવેલ્સે ભારતના સૌપ્રથમ 3 સ્ટેજ ફિલ્ટરેશન ધરાવતા એર પ્યુરિફાઈંગ સીલિંગ ફેન સ્ટીલ્થ પ્યુરો એર લોન્ચ કર્યા

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ટેક્નોલોજી આધારિત ફાસ્ટ મૂવિંગ ઈલેક્ટ્રિકલ ગૂડ્સ(એફએમઈજી) અને કન્ઝ્યૂમર ડ્યુરેબલ કંપની હેવેલ્સ ઈન્ડિયા લિમિટેડ આજે કલાક દિઠ 130 સીયુ ક્લિન એર ડિલિવરી રેટ(સીએડીઆર) પ્રદાન કરતાં 3 સ્ટેજ એર પ્યુરિફાયરથી સજ્જ અને પીએમ 2.5 અને પીએમ 10 પ્રદૂષકો ઉપરાંત વીઓસી ફિલ્ટરેશનથી સજ્જ સીલિંગ ફેન લોન્ચ કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. ઉદ્યોગમાં સૌપ્રથમ લોન્ચ કરાયેલા આ એર પ્યુરિફાઈંગ સીલિંગ ફેન-સ્ટીલ્થ પ્યુરો એર, તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહિત કરવાનો ધ્યેય ધરાવવા ઉપરાંત ગ્રાહકોને તંદુરસ્ત જીવનશૈલી અને આરામદાયકતા પૂરી પાડવાનો છે જેની એમઓપી રૂ. 15,000 છે.

પરિવર્તન આણવાની બ્રાન્ડની ફિલસૂફીને અનુરૂપ હેવેલ્સે સીલિંગ ફેન શ્રેણીમાં વ્યાપક સંશોધનો પ્રસ્થાપિત કરી એવા પંખા રજૂ કર્યાં છે માત્ર હવા ફેંકવાની સાથે સાથે જ હવાને શુદ્ધ પણ કરે છે. આ ઉપરાંત આ પંખામાં એચઈપીએ ફિલ્ટર, એક્ટિવેટેડ કાર્બન તથા પ્રી-ફિલ્ટરનો સમાવેશ થાય છે, જે ઝેરી તત્વોને શોષી લઈ આવશ્યક પોષણ સાથેની તાજી હવા પૂરી પાડે છે. આ ઉપરાંત આ સીલિંગ ફેન રિમોટ-કન્ટ્રોલ ઓપરેશન, અંડર લાઈટ અને એલઈડી એર પ્યુરિટી ઈન્ડિકેટર વગેરે જેવા આધુનિક ટેક્નોલોજીકલ ફીચર્સ ધરાવે છે. બહેતર કાર્યક્ષમતા અને શક્તિશાળી એર-પ્યુરિફિકેશન સિસ્ટમ ધરાવતી આ શ્રેણી કલાક દીઠ 130 cu. m/hrનો સીએડીઆર પ્રદાન કરે છે. શાંત કામગીરી અને ઉચ્ચ ગુણવત્તાવાળી હવા પ્રદાન કરવા માટે આ પંખા એરોડાયનેમિક બ્લેડ્સથી સજ્જ છે.

હેવેલ્સે ગ્રાહકોની આરામદાયકતા માટે પર્સનલ લાઈફસ્ટાઈલ ફેન હેવેલ્સ ફેનમેટ પણ રજૂ કર્યાં છે. આ પંખા ખરાબ દુર્ગંધને દૂર કરવા અને તેના કાર્બન ફિલ્ટર્સથી હવાને શુદ્ધ કરવા માટે પણ ઉપયોગી છે.એર વેન્ટથી સજ્જ આ પંખા જરૂર મુજબ હવાની દિશા બદલવા સક્ષમ છે. લગભગ 3 કલાકના બેટરી બેકઅપ સાથે, તેને યુએસબી કેબલ અથવા મોબાઇલ ચાર્જર દ્વારા ચાર્જ કરી શકાય છે. લેપટોપ સાથે કનેક્ટ કરવા માટે તે ટચપેડ ધરાવે છે. પ્રીમિયમ સાટિન મેટ ફિનિશ અને લેધર હેન્ડલ તેને ઉનાળાના ગરમ દિવસોમાં સંપૂર્ણ પોર્ટેબલ ઉપકરણ બનાવે છે.

આ પ્રસંગે બોલતાં હેવેલ્સ ઈન્ડિયા લિમિટેડના ઈલેક્ટ્રિકલ કન્ઝ્યૂમર ડ્યુરેબલ્સ વિભાગના અધ્યક્ષ શ્રી રવિન્દ્ર સિંઘ નેગીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક ફેનનું બજાર અત્યંત સ્પર્ધાત્મક અને સતત વિકસતું બજાર છે. જેથી ગ્રાહકોની જરૂરિયાત સમજી તેમના એકંદર અનુભવને બહેતર બનાવવા માટે હેવેલ્સ માટે આ સેગમેન્ટ અત્યંત મહત્વનું છે. હવાના પ્રદૂષણને લીધે આરોગ્ય અંગેની વધતી ચિંતાઓને પગલે પરિવારની સુખાકારી માટે એર પ્યુરિફાયર્સનો ઉપયોગ અત્યંત આવશ્યક બન્યો છે. વ્યાપક સંશોધન અને વિકાસને આધારે વર્તમાન સમસ્યા અને બદલાતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હેવેલ્સે ભારતના સૌપ્રથમ એર પ્યુરિફાઈંગ સીલિંગ ફેન સ્ટીલ્થ પ્યુરો એર લોન્ચ કર્યાં છે, જે શુદ્ધ હવાની પ્રાથમિક જરૂરિયાતને પૂરી કરે છે. પરિવર્તન આણવાની અમારી ફિલસૂફીને અનુરૂપ ઉદ્યોગમાં સૌપ્રથમ સ્વચ્છ હવા પૂરી પાડતાં અને આધુનિક ટેક્નલોજી ફીચર ધરાવતા સીલિંગ ફેન લોન્ચ કરીને અમે અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યાં છીએ, જે ગ્રાહકોના જીવનને આરામદાયક બનાવશે.

સ્ટીલ્થ પ્યુરો એર અને ફેનમેટ ઉપરાંત હેવલ્સે ફેન પોર્ટફોલિયો હેઠળ તેના 16 નવા ઉત્પાદનો પણ રજૂ કર્યા છે જેમાં ટ્રેન્ડી એચએસ અને એનએસ પેડેસ્ટન ફેન, એન્ટી સ્ટેન એક્ઝોસ્ટ ફેન, પ્રીમિયમ સીલિંગ ફેન, મિલર સીલિંગ ફેન, એન્ટિલિયા નિયો ફેન સીલિંગ ફેન, એસ્ચુરા સીલિંગ ફેન, ટ્રીનિટી આઇઓટી સીલિંગ ફેન, સ્ટીલ્થ એર બીએલડીસી સીલિંગ ફેન, એન્ટાઈસર બીએલસીડી સીલિંગ ફેન, ફ્લોરેન્સ અંડર લાઇટ સીલિંગ ફેન, XPJET 400 સીલિંગ ફેન, ગિરિક વોલ ફેન અને એફિસીન્સિઆ પ્રાઇમ, પ્રો અને નિયો સીલિંગ ફેન રેન્જનો સમાવેશ થાય છે.

ભારતના સંગઠિત ફેન માર્કેટનું વર્તમાન કદ રૂ. 8,000 કરોડનું હોવાનો અંદાજ છે. હેવેલ્સે 2003માં ફેન સેગમેન્ટમાં પ્રવેશ કર્યો હતો અને હાલ તે સૌથી ઝડપથી વિકસતી,સૌથી વિશ્વાસપાત્ર અને દેશની ટોચની બે કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપની હાલમાં પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ કેટેગરીમાં હાજરી ધરાવે છે અને ગુણવત્તાનો આગ્રહ ધરાવતા જાગૃત ગ્રાહકોને ઉચ્ચ કાર્યક્ષમતા, ડેકોરેટિવ અને એનર્જી સેવિંગ્સ ધરાવતાં 250 થી વધુ એસકેયુની પસંદગીના વિકલ્પો ઉપલબ્ધ બનાવે છે. તે પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ કેટેગરીમાં બજારમાં નોંધપાત્ર પ્રભુત્વ ધરાવે છે.

ઉત્તરાખંડના હરિદ્વારમાં હેવેલ્સનો પંખાના ઉત્પાદનનો સૌથી આધુનિક ઉત્પાદન પ્લાન્ટ છે. તે ભારતનો સૌપ્રથમ અને સૌથી મોટો સંકલિત અત્યાધુનિક ઉત્પાદન પ્લાન્ટ છે, જેમાં સીલિંગ, ટેબલ, વોલ, એક્ઝોસ્ટ અને પેડેસ્ટલ સહિતના તમામ શ્રેણીના પંખાઓનું ઉત્પાદન એક જ છત નીચે કરવામાં આવે છે. પ્લાન્ટની વર્તમાન ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૧૦ મિલિયનથી વધુ ફેનના ઉત્પાદનની છે. આ પ્લાન્ટ ‘સ્ટેટ ઓફ-ઓફ-આર્ટ’ ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં એન્ડ કવર માટે ઓટોમેટેડ સીએનસી મશીનો, કમ્પ્યુટરાઇઝ્ડ કન્વેયર એસેમ્બલી લાઇન અને પરીક્ષણ સુવિધાઓનો સમાવેશ થાય છે.

પંખાના સેગમેન્ટમાં હેવેલ્સ ભારતની સૌપ્રથમ કંપની છે જેણે 2004માં પંખામાં મેટાલિક કલર લોન્ચ કર્યાં હતાં. હેવેલ્સે આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ ફેન કેટેગરીમાં હાજરી મજબૂત બનાવવાની શરૂઆત કરી દીધી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.