દેશમાં છેલ્લા 24 કલાકમાં 47,009 કેસ નોંધાયા; એકલા મહારાષ્ટ્રમાં જ 30,535 દર્દી નોંધાયા, રાજ્યમાં દરરોજ નોંધાતા કેસનો આ સૌથી મોટો આંક

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશમાં કોરોના સંક્રમણની ગતિ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 47,009 કેસ નોંધાયા હતા. 21,206 સાજા થયા, જ્યારે 213 લોકો મૃત્યુ પામ્યા હતા. આ રીતે એક જ દિવસમાં એક્ટિવ કેસ એટલે કે સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓની સંખ્યામાં 28,653નો વધારો થયો છે. એકલા મહારાષ્ટ્રમાં, 30,535 કેસ નોંધાયા હતાં, જે કોરોના રાજ્યની અત્યારસુધીની સૌથી મોટો આંક છે. આ પહેલાં 11 સપ્ટેમ્બરના રોજ 24,886 કેસ નોંધાયા હતા, એ પછીના સૌથી વધુ હતા.

દેશમાં અત્યારસુધીમાં 1.16 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.11 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.60 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હવે 3 લાખ 31 હજાર 671 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.