Aadhaar Cardની હવે આ કામો માટે નહી પડે જરૂરત, સરકારે કરી આ મોટી જાહેરાત

ગેઝેટ્સ
ગેઝેટ્સ

સરકારે પેન્શન લેનારા વૃદ્ધો માટે ડિઝીટલ જીવન પ્રમાણપત્ર લેવાના સંબંધમાં એક નવો નિયમ જાહેર કર્યો છે. જે હેઠળ હવે પેન્શનરોને ડિઝીટલ રૂપે જીવન પ્રમાણપત્ર લેવા માટે આધારકાર્ડની જરૂરત રહેશે નહીં.

દર વર્ષે પેન્શનર્સને નવેમ્બર મહિનામાં પોતાની બેંકમાં લાઈફ સર્ટિફિકેટ કે જીવન પ્રમાણ પત્ર જમા કરાવવાની જરૂરત રહે છે. તેમાં પેન્શન મળવા ઉપર કોઈપણ પ્રકારની બાધા ઉભી થતી નથી. પહેલા પેન્શનર્સને જાતે આ સર્ટિફિકેટને જમા કરાવવું પડતું હતું. જો કે હવે આ કામ ઓનલાઈન પણ કરી શકાય છે. લોકોની સુવિધા માટે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટને ડિઝીટલ લાઈફ સર્ટિફિકેટની ડોર સ્ટેપ સર્વિસ શરૂ કરી છે. જેના માટે પેન્શનર્સને Postinfo એપ ડાઉનલોડ કરીને સૂચના આપવાની રહેશે.

પરંતુ ઘણા પેન્શનરોની ફરિયાદ હોય છે કે આધારકાર્ડ નહી હોવાથી તેને પેન્શન મળવામાં પરેશાની ઉઠાવવી પડી રહી છે. અથવા તેના અંગુઠાના નિશાન મળી રહ્યાં નથી. તેના માટે કેટલાક સરકારી સંગઠનોએ 2018માં વૈકલ્પિક રસ્તો કાઢ્યો હતો. તે હવે જાહેર કરવામાં આવેલી સૂચના પ્રમાણે આધારને ડિઝીટલ જીવન પ્રમાણપત્ર કાઢવા માટે ઓપ્શનલ બનાવી દેવામાં આવ્યું છએ. તે સિવાય સરકારે પોતાની ઈન્સ્ટન્ટ મેસેજ સોલ્યુશન એપ સંદેશ અને ઓફિસમાં હાજરી લેવા માટે પણ આધાર ઓથેંટિકેશનને ઓપ્શનલ કરી દેવાયું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.