EPFO Balance Check કરવું થયું સરળ, UAN વગર જ મેળવી શકો છો જાણકારી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

કોરોના કાળમાં લોકોને જ્યારે આર્થિક સમસ્યા આવતી હતી ત્યારે લોકોએ પોતાના પીએફ ખાતામાંથી પૈસા કાઢવાનું મન બનાવી લીધું હતું. કેટલાક લોકોએ પૈસા ઉપાડી લીધા તો કેટલાક લોકો પાસે આ અંગેની જાણકારી ન હતી કે તેના પીએફ ખાતામાં કેટલા રૂપિયા છે. જો તમારા પીએફ ખાતામાં જમા થયેલી રકમની જાણકારી ન હોય તો તમે હવે ઘરબેઠા આવી રીતે પીએફ ખાતાની સમગ્ર જાણકારી મેળવી શકો છો.

જો તમારો મોબાઈલ નંબર EPFOના રેકોર્ડમાં પીએફ ખાતા સાથે લીંક છે તો તમે માત્ર એક મિસ્ડ કોલના માધ્યમથી જાણી શકો છો. તેના માટે તમારે 011-22901406 ઉપર મીસ્ડ કોલ કરવાનો રહેશે. કોલ કપાયાના થોડી જ સેકન્ડ બાદ તમને મેસેજ આવી જશે કે તમારા ખાતામાં કેટલા રૂપિયા જમા થયા છે.

SMSના માધ્મથી પીએફ ખાતાની બેલેન્સની જાણકારી મેળવી શકો છો. તેના માટે તમારા મોબાઈલ નંબરમાંથી 7738299899 ઉપર એસએમએસ કરવાનો રહેશે. જો તમારો નંબર રજીસ્ટર્ડ હશે તો તમને મેસેજ આવશે. જેમાં તમારા એકાઉન્ટમાં રહેલી જમા થયેલી રકમની જાણકારી હશે. આ ઉપરાંત UAN નંબર ઉપરથી પણ જાણી શકો છો.

પીએફ ખાતાધારકો https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login ઉપર લોગ ઈન કરીને પણ પોતાના એકાઉન્ટનું સ્ટેટસ જાણી શકે છે. તેના માટે સૌથી પહેલા તમારે UAN અને પાસવર્ડના માધ્યમથી લોગઈન કરવાનું રહેશે અને પછી પાસબુકમાં જઈને બેલેન્સની જાણકારી મેળવી શકાશે. આ સુવિધાથી તમારા પીએફ એકાઉન્ટની સમગ્ર જાણકારી મેળવી શકો છો. જેવી રીતે કે, એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા કરવામાં આવ્યાં છે અને કેટલું વ્યાજ તે રકમ ઉપર મળ્યું છે.

પીએફ ખાતાની બેલેન્સની જાણકારી માટે તમારે પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાંથી Umang App ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ ઉપર ઘણી સરકારી સેવાઓ ઉપલબ્ધ છે. જેમાં તમારે EPFO ઓપ્શનની પસંદગી કર્યાં બાદ Employee Centric Serviceની પસંદગી કરવાની રહેશે. UAN નંબર નાખ્યા બાદ તમારે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જેના માધ્યમથી તમે View Passbookમાં જઈને બેલેન્સની જાણકારી મેળવી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.