બનાસકાંઠા જીલ્લા તલાટી મંડળના પ્રમુખની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખનો ૭૫ મતે ભવ્ય વિજય

બનાસકાંઠા
બનાસકાંઠા

વિજેતા ઉમેદવાર મહેશભાઈ ડેલ ને ૨૩૦ નરેન્દ્ર પટેલ ને ૧૫૫ જ્યારે કિરણ વડગામાને ૧૨૯ મત મળ્યા
રખેવાળ ન્યુઝ છાપી, વાવ
બનાસકાંઠા જિલ્લા તલાટી મહા મંડળના પ્રમુખની રવિવારે યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ મહેશભાઈ ડેલ (ચૌધરી) નો ૭૫ મતે ભવ્ય વિજય થતાં સમર્થકો એ શુભેચ્છાઓ આપી વિજયને વધાવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના વર્ગ – ૩ ના કર્મચારીઓના શક્તિશાળી સંગઠન ગણાતા બનાસકાંઠા જિલ્લા તલાટી કમ મંત્રી મહામંડળના પ્રમુખની આગામી ત્રણ વર્ષની ટર્મ માટે રવિવારે નાડેશ્વરી માતાજીના સાનિધ્યમાં ઉષ્માભર્યા વાતાવરણમાં મતદાન યોજાયું હતું. જેમાં ૮૫, ૯૦ ટકા મતદાન નોંધાયું હતું. કુલ ૬૦૨ મતદારોમાંથી ૫૧૪ મતદારો એ પોતાનો મતનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ હાથ ધરાયેલ મતગણતરીમાં વર્તમાન પ્રમુખ મહેશભાઈ ડેલને ૨૩૦ નરેન્દ્રભાઈ પટેલને ૧૫૫ જ્યારે કિરણ વડગામાને ૧૨૯ મત મળતા મહેશભાઈ ડેલનો ૭૫ મતે ભવ્ય વિજય થયો હતો. મહેશભાઈ ડેલનો વિજય થતાં તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જાેવા મળ્યો હતો. વિજય બાદ વિજેતા ઉમેદવાર સહીત તેમના સમર્થકોએ ર્માં નડેશ્વરીના ધામમાં માથુ ટેકાવી દર્શન કર્યા હતા.

આ અંગે મહેશભાઈ ડેલે જણાવ્યું હતું કે જિલ્લાના તલાટીઓના પડતર પ્રશ્નોને લઈ તત્કાલ રજૂઆતો કરી નિરાકરણ કરવામાં આવશે. જ્યારે ગુજરાત પ્રદેશ તલાટી મંડળના ઉપપ્રમુખ રામાભાઈ એન.દેસાઈએ તમામ તલાટી મિત્રોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તમામ તલાટી મિત્રો સાથે મળી તલાટી મંડળના પડતર પ્રશ્નો અંગે વાચા આપીશું. એક સંપ થઈને મંડળ ચલાવીશું.

સતત બીજી ટર્મ માટે ચૂંટાયા
બનાસકાંઠા જિલ્લાના તલાટી મંડળમાં છાપીના યુવા તલાટી મહેશભાઈ ગત ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે આગામી ત્રણ વર્ષ માટે ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી મેદાનમાં ત્રણ ઉમેદવારો વચ્ચે ત્રિકોણીય જંગ છેડાતા આજે ફરી બીજી ટર્મ માટે ચૂંટાઈ આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના તલાટી મંડળના પ્રમુખપદની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ મહેશભાઈ ડેલનો ૭૫ મતે ભવ્ય વિજય થતાં સમર્થકોમાં આનંદ છવાયો હતો અને વિજયને વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.