થરાદના યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીએ વિડીયો વાયરલ કરતાં ખળભળાટ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ
થરાદ પોલીસ મથકમાં રેખાબેન પ્રકાશભાઈ ચૌધરી રહે. જયપુર હાલ.રહે બાપુનગર અમદાવાદે અરજી આપી હતી. જેમાં જણાવ્યું હતું કે તેણીએ છ વર્ષ પહેલાં થરાદના આજવાડા ગામના પ્રકાશભાઈ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. લગ્નજીવનમાં એક પુત્રી અને પુત્રની પણ પ્રાપ્ત થઈ હતી. તેઓ બાપુનગર રહેતા હતાં. પતિ પ્રકાશભાઈ દહેગામ મુકામે નોકરી કરતો હતો.ત્યાં આવીને તેણીના પતિને જગાજી ચૌધરી તથા માદેવભાઈ જગાજી ચૌધરી અને અન્ય બે ત્રણ તેના કુંટુંબી માણસો આવીને લઈ ગયા હતા. આ બનાવની દુકાનમાલિક ગણપતભાઈએ તેણીને જાણ કરી હતી. આથી તેણીએ બાપુનગર પોલીસ મથકમાં અરજી આપી હતી. તેમજ પતિને શોધતી આજાવાડા મુકામે આવી હતી.જાેકે પતિ મળી શક્યો ન હતો.આથી આ અંગે તેણીએ એક વિડિઓ પણ બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં કડી રહેતો સગાથાભાઈ ચૌધરી અને તેનો ભાઈ આવીને પતિને લઈ ગયા હતા. જાે પતિને ચોવીસ કલાકમાં હાજર નહિ કરે તો પુત્રી સાથે કેનાલમાં પડવાની ધમકી આપી હતી. પતિને લઈ જનારને જવાબદાર ગણાવ્યા હતા. અને પ્રેમલગ્ન કરનાર સાથે આવી રીતે દગો કરનારને કડકમાં કડક સજા અપજાે, મારી જિંદગી બરબાદ કરી નાખી છે.

અમે ક્યાયના નથી રહ્યા તેમજ મારી અને બેબીના મોતનો ન્યાય મળે તેમ રડતે ચહેરે જણાવ્યું હતું. જાે પ્રકાશ હાજર ન થાય તો કોઈ પ્રેમલગ્ન કરેલ દીકરી સાથે રમત ન રમે એવી સજા આપજાે તેમ જણાવ્યું હતું. તેમજ તેણી આજાવાડા જતાં મારીકુટીને કાઢી મુકી,પતિને સંતાડી દીધો,ફોન સ્વીચ ઓફ કરી દીધો અને પૈસા પડાવી લઈને બહુ જ ગદ્દારી લીધા હોવાનું પણ જણાવી મોદી સુધી વિડિઓ પહોંચાડજાે તેમ જણાવ્યું હતું. આ બનાવને લઈને પંથકમાં ભારે ચકચાર પ્રસરવા પામી હતી. જાે કે આ બાબતે તપાસ કર્તા કર્મચારી આયદાનભાઈનો સંપર્ક કરતાં તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.