Jio યૂઝર્સ માટે આવ્યો આ સોલિડ પ્લાન, 1 વર્ષ સુધી અનલિમિટેડ ફ્રી કોલીંગ, હાઈસ્પીડ ઈન્ટરનેટ સહિત મળી રહ્યાં ફાયદા

Business
Business

રિલાયન્સ જિયોએ પોતાના ગ્રાહકો માટે શાનદાર ઓફર્સ લઈને આવ્યું છે. તેમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેલી ડેટાની સાથે ઘણા બીજા બેનિફિટ્સ પણ આપવામાં આવી રહ્યાં છે. કંપનીએ 749 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો છએ. જેમાં યુઝર્સને એક વર્ષ સુધી ઈન્ટરનેટ, કોલ અને મેસેજ સહીતની તમામ સુવિધાઓ ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્લાનની વેલેડિટી એક વર્ષની રહેશે.

શું છે પ્લાનમાં ખાસ ?

749 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં હાલમાં જિયો ફોન યુઝર્સ માટે છે. જો તમારી પાસે આ પગેલા જિયો ફોન છે તો તમે 749 રૂપિયાના પ્લાનની મજા લઈ શકો છો. આ પ્લાનમાં જિયો ફોનના વર્તમાન ગ્રાહકો 749 રૂપિયાનો ખર્ચ કરીને એક વર્ષ એટલે કે 12 મહિલા સુધી અનલિમિટેડ સર્વિસનો લાભ લઈ શકે છે.

આ પ્લાનમાં ઈન્ટરનેટનો ઉપયોગ માટે દર માસે 2 જીબી હાઈસ્પીડ ડેટા આપવામાં આવશે. સાથે જ યુઝર એક વર્ષ સુધી અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ ઉઠાવી શકશે. 2 જીબી ડેટા પૂર્ણ થઈ ગયા બાદ તેની સ્પીડ ઘટી જશે, આ ઓફરનો ફાયદો રિલાયન્સ રિટેલ સ્ટોર અને જિયો રિટેલ સ્ટોરથી ઉઠાવી શકાશે.

22 રૂપિયા વાળો ડેટા પ્લાન

Jioના યુઝર્સ માટે માત્ર 22 રૂપિયા વાળો ડેટા પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં યુઝર્સને 2 જીબીનો 4જી હાઈ સ્પીડ ડેટા મળે છએ. જેની વેલિડિટી 28 દિવસની છે. જો કે આ પ્લાનમાં 2 જીબી ડેટા પૂર્ણ થઈ ગયા બાદ ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. 22 રૂપિયા વાળા આ ડેટા પ્લાનમાં Jio ફોન યુઝર્સને Jio News, Jio Security, JioCinema અને Jio TV એપ્લીકેશનનું સબ્સક્રિપ્શન પણ મળે છે. યૂઝર્સના આ પ્લાનની સાથે માત્ર ડેટા બેનિફિટ મળે છે. જો કે વોઈલ કોલ માટે યુઝર્સને અલગ રિચાર્જ કરવાનું રહે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.