કોંગ્રેસ એટલે હિંસા-અલગાવવાદ-ભ્રષ્ટાચાર-ગોટાળાની ગેરંટીઃ પીએમ મોદી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આસામની વિધાનસભા ચૂંટણી માટે ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે આજે પીએમ મોદીએ એક ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, આસામમાં બીજી વખત ભાજપની સરકાર બની રહી છે તે નક્કી છે.ફરી વખત આસામમાં અને કેન્દ્રમાં ભાજપ એમ ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે.

અહીંના લોકોએ ભાજપને જે જવાબદારી આપી હતી તેને પૂરી કરવા માટે અમે તન તોડ મહેનત કરી છે.અમારી સરકારે બ્રહ્મપુત્રા નદી પર પુલો બનાવ્યા છે અને જે અધુરા પુલ હતા તેનુ નિર્માણ પુરુ કર્યુ છે.આસામમાં પર્યાવરણને સાચવવામાં પણ સરકારે ધ્યાન આપ્યુ છે.

પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસના રાજમાં સવાલ હતો કે, અશાંતિમાં ઘેરાયેલા આસામમાં શાંતિ આવશે કે નહી પણ ભાજપની સરકારે અહીંયા શાંતિ અને સ્થિરતા આપી છે. આસામ દર્શન હેઠળ રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આસામ એક બહુ મોટી શક્તિ છે અને આમ છતા કોંગ્રેસે તે શક્તિનો ઉપયોગ કર્યો નથી. આજે રાજ્યમાં અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી રાજ્યમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે પણ કોંગ્રેસના નેતાઓને ખાલી સત્તા સાથે મતલબ છે અને કોંગ્રેસને કોઈ પણ ભોગે સત્તા જોઈએ છે.હકીકત એ છે કે, કોંગ્રેસનો ખજાનો ખાલી થઈ ગયો છે અને તેને ભરવા માટે તેને સત્તા જોઈએ છે.

તેમણે કહ્યુ હતુ કે, પચાસ વર્ષ સુધી રાજ્યમાં શાસન કરનારાઓ આજે આસામને પાંચ ગેરંટી આપીર હ્યા છે પણ આસામના લોકો તેમની રગે રગ જાણે છે.કોંગ્રેસને ખોટા વાયદા કરવાની આદત પડી ગઈ છે.કોંગ્રેસનો અર્થ જ બોગસ વાયદા, અસ્થિરતા, બોમ્બ અ્ને બંદુકનુ રાજ, હિંસા અને અલગાવવાદ થાય છે.કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર અને ગોટાળાઓની ગેરંટી છે.

તેમણે કહ્યુ હતુ કે, સત્તા માટે કોંગ્રેસ કોઈ પણ પાર્ટી સાથે સમાધાન કરવા માટે તૈયાર છે.એક રાજ્યમાં તેઓ ડાબેરીઓને ગાળો આપ છે અને્ એક રાજ્યમાં ચૂંટણી લડવા ડાબેરીઓ સાથે જોડાણ કરે છે.માટે જ હવે દેશના લોકોને કોંગ્રેસ પર ભરોસો નથી રહ્યો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.