મરણથી પરણ સુધી ગણતરીની ગણ ગણ છે કોરોનાના પ્રતાપે નિમંત્રણ પર નિયંત્રણ છે

દિવ્ય જ્યોત
દિવ્ય જ્યોત

વિકાસની વણઝાર અવિરત ચાલી રહી છે.જેમાં સામાન્ય મોંઘવારી, ભેળસેળ, ભ્રષ્ટાચાર, બેરોજગાર, સંગ્રાહખોરી, સટ્ટાખોરીનો દાનવ હાહાકાર મચાવે તેમાં હોબાળો શું કામ ?ત્યાં અચાનક એક સમાચાર બ્રેકીંગ ન્યુઝ બન્યા કે મધ્યપ્રદેશના એક વિસ્તારમાં નેતાજીને મોબાઈલ નેટવર્ક માટે પ૦ ફૂટ ઉપર ચકડોળમાં જવું પડયું.આપણો વિકાસ બધે ગડમથલ તો કરાવે છે. રાતોરાત સીમેન્ટ ક્રોંકીટના રોડ-જાહેર સંડાસ, મુતરડીને કોમ્યુનિટી હોલ વિકાસ કામો અંતર્ગત બની જાય પણ અઠવાડીયા પછી એટલે કે ગ્રાન્ટના પૈસા જે તે કોન્ટ્રાકટરના ખાતામાં જમા થયા પછી આ બધાની હાલનું ઈન્સ્પેકશન તપાસ કરવામાં આવે તો શું ? ચકડોળે પર નેટવર્ક બેઠેલા મંત્રી નેતાજીને જાેઈને કોઈએ લખી નાખ્યું કે,
નેટવર્ક મળે છે એવા શાને કરાય દાવા અને ડોળ
જ્યાં મંત્રીને જ નેટવર્ક માટે મદદગાર થાય છે ચકડોળ
માનવ જીવનમાં ડોળ અને ચકડોળનું ચક્કર સાચું સમજાય ને માનવી કયારેય દુઃખી ના થાય. રખેવાળ દિવ્યજયોત અને ચિંતન ત્રણનો સંગમ કઈ એટલા માટે જ થયો લાગે છે કે કયાંક હૃદયનો ભાર હળવો થાય ને કોઈક બોલનારને ભોળાનાથ સદા શિવ કલ્યાણકારી દેવોના દેવ મહાદેવની શિવરાત્રી નહીં પણ એક પારધીને અબોલ જીવ હરણાંના પરિવારથી જે મહારાત્રી બની એવી શિવ મહા શિવરાત્રી મહા કલ્યાણકારી રાત્રી આમ તો અત્યારના દોડધામીયા સમયમાં રાત્રી પણ કયાં કલ્યાણકારી રહી છે ? દિવસભરની હડીયાપાટુ, મારૂં મારૂં ને ઓછું ઓછું વચ્ચે રાત્રીએ જાગતા પડખા ફરવામાં જ પસાર થાય છે. સવારનો સૂર્યોદય તો આખી રાત જાગતો હોય તેવું જ લાગે ને હાથ-મોંઢું ને થોડી ચા-કોફીનો સબડકો ગળે ઉતર્યો ન ઉતર્યો ને પાછી એ જ હડીયાપાટું કયાં કોઈ સાંભળનાર બોલનાર મળે જ છે ? મહા શિવરાત્રી આ વર્ષે ભારે ટોળાં વચ્ચે ભયથી ઉજવી ભલે ને કોરોના વધે પરંતુ લોકોમાં એ વાતનો આનંદ હતો કે નેતાઓ કરતાં ટોળાં ભીડ કરતાં તો ઘણું ઓછું ને આનંદભેર હૃદયને આનંદ આપે તેવી ભીડ, ટોળાં કયાંક જ હતાં હોં ! હિંદુ, મુસ્લીમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, યહુદી કોઈપણ સંપ્રદાય-સમૂહનો હોય મેલા મનથી દુઃખી જ હે છે.ભારત જેવા બિનસંપ્રદાયિક લોકશાહી દેશમાં નેતાઓ પોતાની રાજકીય ખીચડી પકવવા ગમે તે કરતા હોય પરંતુ દરેક સમાજ સંપ્રદાયના આગેવાનોએ સૌને એક કડીમાં સાંકળી બીનસંપ્રદાયિકતા ટકી રહે તેવા પ્રયત્નો કરશે તો મોંઘવારી, ભ્રષ્ટાચાર, ભેળસેળ, સંગ્‌્રાહખોરી, સટ્ટાખોરી, બેરોજગારીને દાનવને હણવામાં ચોક્કસ સફળ થઈશું.બાકી તો અવનવા કારણોસર અંદરોઅંદર ઝઘડતા જ રહીશું ને વિકાસનો વિકાસ થતો રહેશે.આ વાત કેટલાકને સમજાશે નહીં પરંતુ આ આપણા સહૃદયની વાત છે એ બીજાને સમજાય કે ન સમજાય આપણને સમજાઈ છે ને.બહુ એકતામય માહોલમાં જ પરિસ્થિતિનો આનંદ માણી જીવન વ્યતીત કરવાનું છે.
નોવેલ કોરોના કોવિડ-૧૯ની વરસીને ભારતમાં હવે ગણ્યા ગાંઠયા દિવસો છે એ પહેલાં પ્રકોપ વધવા લાગ્યો છે.વળી પાછું લોકડાઉનનું ‘લોક’ લાગી જાય એ પહેલાં જ સજાગ બનીએ.માસ્ક-સેનેટાઈઝીંગ સોશ્યીલ ડીસ્ટસીંગનું પાલન આપણે આપણાથી જ કરીએ તો જ અસરકારક અમલ થશે.કોઈના દંડ કે દંડાથી ડરીને અમલ કરવો એ મૂર્ખતા જ છે. સરકારી ખરાબા, તળાવ,નદીઓ,પહાડો, જંગલોની જમીન પર ઝડપભેર ભુમાફીયાઓ કબજાે જમાવી રહ્યા છે તેમાં બિચારી સરકાર કયાં બધે પહોંચી વળે ?સીંગતેલના ભાવ વધે કે ડીઝલ-પેટ્રોલના છેવટે ખેડૂતોને અઢળક લાભ આપ્યાનો સરકારી તંત્રનો દાવો કયાં હળવો છે ? શિક્ષણ, આરોગ્યમાં બધું જ મફત મળે છે છતાં દિલ્હીમાં કેજરીવાલના ગુણગાન કેમ ગવાય છે ? ગુજરાત રાષ્ટ્રનું શ્રેષ્ઠ મોડેલ રાજય બન્યું છે જયાં મેટ્રો, બુલેટ ટ્રેન થોડા સમય પછી લોકોની સેવામાં હાજર થશે.ગામડામાં ધૂળ માટી,ગારો કયાંય રહ્યાં નથી. તળાવો નર્મદાના નીરથી છલકાઈ રહ્યાં છે.ચોતરફ સુખાકારી છે, લોકોને ખોટાં રોદણાં રોવાની ટેવ પડી ગઈ છે.એક વોર્ડના લોકો બીજા વોર્ડમાં ઝડપભેર જઈ શકે તેવી સુંદર વ્યવસ્થાને છતાં આપણા પ્રમાણિક લોકસેવકોની ટીકા ટીપ્પણી કેમ ? ચૂંટાયેલા સાંસદો દ્વારા સભ્યોને તો આજીવન પેન્શન જાહેર કર્યું છે તો ચૂંટાય ત્યારથી પગાર ભથ્થાં ને બીજું ઘણું બધું અચાનક કોઈ અરજી, સર્ટીફીકેટ કે વેરીફીકેશન વગર થઈ જાય છે.ધન્ય છે આવા લોકસેવકોની જે રાત દિવસ જાેયા વગર પ્રજાની સેવા કરે ને સામાન્ય ભાડા ભથ્થા, પગાર, પેન્શન લે તે પણ કોઈને ગમતું નથી.બિચારા નેટવર્ક ના મળે તો ચકડોળ કે ધાબા પર ચડીને તેમના મતદારો નહીં પણ ભીડ ભેગી કરવા પ્રયત્ન કરે છે.તો તેનાથી વધુ શું હોય ? બસ આજે આટલે જ વધુ ચિંતન મનન કરશો. બાકી તો જયશ્રીરામ..


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.