હાર્ટ એટેકના વિચારો દૂર કરતી હિપ્નોથેરાપી

સંજીવની
સંજીવની

કુદરતે બનાવેલી દરેક ચીજાે અનેક ખુબીઓથી ભરેલી છે.જેની તુલના કરવી અશકય છે.એવું જ માનવ મનનું છે.માનવ મન જેટલું મજબુત-કઠણ છે તેટલું જ નરમ પણ છે.અહીં માનવમન મજબુત એટલે સખત, પથ્થરદિલ અને નરમ એટલે ઢીલું-પોચું આપણે જાેઈએ છીએ કે ઘણાં માણસો બહુ મજબુત-કઠણ હોય છે.તેમના પર સામાજીક કે આર્થિક પરીસ્થિતિઓની અસર લગભગ થતી નથી અથવા જે અસર થાય છે તો જાહેરમાં તે દેખાવા નથી દેતા.આપણે સૌ જાેઈએ છીએ કે આપણી આસપાસ ઘણાં એવા માણસો છે જેમને સ્વજનોની માંદગી કે મોતની પણ તેમના પર અસર નથી કરતી.આવું કોઈ દુઃખ થતું નથી. એટલે જ તેમની આંખો ભીની થતી નથી.તેમની વાતચીત કે વ્યવહારમાં કોઈ ફરક નથી દેખાતો.આવા દરેક સંજાેગોમાં પણ તે ખાસ મિત્ર કે પરમસ્નેહી પાસે મન હળવું કરી લે છે એવા પણ ઘણાં માણસો જાેવા મળે છે જેમને તેમના મિત્રો, પરિવારના સભ્યો કે પત્ની તરફથી ‘પથ્થર દિલ’ નું બિરૂદ મળતું હોય છે.ઘણાને તેમના કડક સ્વભાવને લીધે વર્તનને લીધે કોઈને તેમની ભાષાને લીધે તો કોઈને તેમની ચોકસાઈને લીધે પણ જુદા જુદા બિરૂદો જાેવા મળતા હોય છે.ઘણા લોકો ખુબ નરમ-ઢીલા હોય છે.જેમને પોતાનાથી કોઈ ભૂલ થઈ છે કે ખોટું થયું છે, કામ લેટ થયું છે અથવા કહ્યા પ્રમાણે કામ નથી થઈ શકયું. કામના કાગળો કે કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે, તૂટી ગઈ છે આવા સંજાેગોમાં ઠપકો મળ્યા પહેલાં જ અડધા થઈ જાય, દુઃખી થાય.જાે અચાનક કોઈ માંદગીમાં પટકાઈ પડે કે મૃત્યુ પામે તો સાવ ભાંગી પડે.જગતમાં બીજું કોઈ જાણે તેમનું નથી તેમ માની હોશ હવાસ ખોઈ બેેસે, રડી રડીને આંખો લાલ કરી દે છેે.જયારે બીજા કેટલાક લોકો એવા ડબલ દુઃખી થાય છે અને ઘરના સર્વેને પણ નાહક દુઃખી કરે છે, હેરાન કરે છે.આપણા સમાજમાં એવા માણસોની પણ કમી નથી જે બીજા લોકો સાથે બનતી દુર્ઘટના તેમની પોતાની સાથે બનશે તેવું વિચારી દુઃખી થાય છે.
એક વકીલે અમારે ત્યાં ફોન કર્યો અને તેમના દિકરાના પ્રોબ્લેમ દુર કરવા અમારી એપોઈન્ટમેન્ટ લીધી અને જણાવ્યું કે, સાહેબ તમારે ત્યાં ઘણી અપેક્ષાઓ સાથે આવીએ છીએ.બે ત્રણ સારવાર પદ્ધતિએ અમને નિરાશ કર્યા છે પણ તમે આવા કેસમાં ખુબ સારા પરિણામો આપો છો તેવું અનેકને મોંઢે સાંભળ્યું છે.બે દિવસથી એપોઈન્ટમેન્ટ પ્રમાણે અમારે ત્યાં આવી ઓળખાણ આપતાં જણાવ્યું કે હું સાવનકુમાર મેં જ તમને ફોન કર્યો હતો અમારો ભત્રીજાે અભય અને અમાને દિકરો રાકેશ જેના માટે અમે તમારી પાસે આવ્યા છીએ.સાવનકુમારે જણાવ્યું કે છેલ્લા ચાર પાંચ મહીનાથી રાકેશના પ્રોબ્લેમ લઈને અમે બહુ પરેશાન છીએ.ડૉકટર સાહેબને બતાવ્યું તો તેઓ કહે છે કે રાકેશ બરાબર છે.કોઈ તકલીફ નથી છતાં અમને બહુ ડર લાગે છે.ચિંતા થાય છે કેમ કે આજે પણ રાકેશને એમ લાગે છે કે તેનું લોહી જાડું થઈ ગયું છે.ગમે ત્યારે છાતી પર ભાર લાગે છે.મને ગમે ત્યારે હાર્ટએટેક આવશે. કેમ કે આખા દિવસમાં ગમે ત્યારે અથવા તો ચાર છ દિવસે મારૂં લોહી જાડુ થઈ જશે.કોઈ કામમાં મન નથી લાગતું પહેલાં કામ માટે બહાર જતો હતો. નિયમીત દુકાને જતો હતો.પણ હવે બીક લાગે છે કે કયાંક બહાર જઈશ અને એટેક આવી જશે તો ? મારૂં શું થશે ? મને કોણ હોસ્પિટલમાં લઈ જશે ? આવી બીક રોજ પાંચ સાત વાર લાગે છે.આવા વિચાર મનમાં આવ્યા પછી કલાક બે કલાક સુધી હું બેચેન રહું છું.એટલે જ બહાર નથી જતો.આવા વિચારો આવે ત્યારે મારા હાર્ટબીટ ઓછા થઈ જાય છે.કયારેક મારૂં હાર્ટ નબળું થઈ ગયું છે એવું પણ લાગે છે એટલે ગમે તે મીનીટે તે બંધ થઈ જશે.મારે જીવવું છે સાહેબ મને આમાંથી બહાર લાવો.
રાકેશભાઈની વાતથી બહુ સ્પષ્ટ સમજી શકાયું કે તેમનાં મનમાં મોતનો ડર અને તેમનું હાર્ટ ફંકશન નથી કરતું લોહી જાડું થઈ જાય છે.તેઓ વહેમ તેમના મનમાં બેસી ગયો છે અને આજ વાત રાકેશભાઈને અને તેમના આખા પરિવારને હેરાન પરેશાન કરી રહી છે.અમે રાકેશભાઈ સાવનભાઈ અભયભાઈને જણાવ્યું કે, અમારે હિસાબે રાકેશભાઈની સમસ્યા સામાન્ય જે ફકત બારથી પંદર દિવસથી સારવારમાં ચોક્કસ દૂર થઈ શકે.અમારી આ વાત સાંભળી રાકેશભાઈના જીવનમાં જીવ આવ્યો અને સવાલોનો મારો શરૂ કર્યો.તમારી સારવારમાં શું હોય ? મારે શું કરવું પડશે ? દવાઓ અહીંથી જ આપશો કે બહારની દવાઓ લેવી પડશે.કેટલી વાર તમારી પાસે આવવું પડશે.તમને લાગે છે ને કે હું સારો થઈ જઈશ.
રાકેશભાઈના સવાલોના જવાબ આપતાં તેમને સમજાવ્યું કે આ દવારહીત સારવાર પાવતી છે એટલે તમને કાંઈ દવા લેવાની જ નથી હોતી તેમ છતાં દવા લેવાની જ નથી હોતી તેમ છતાં તમે ચોક્કસ નોર્મલ થઈ શકો. જાે તમે અમને સારવાર દરમિયાન સહકાર આપો. આ સારવારને અમે સીટીંગ કહીએ છીએ દરેક સીટીંગ પંદરથી વીસ મીનીટની હોય છે છતાં તમારે એક કલાક થશે તેમ સમજવું.આ સારવાર દરમ્યાન નિયમિતતા જળવા તે મહત્વનું છે.આ સાંભળી રાકેશભાઈના ચહેરા ઉપર આનંદની લહેર જાેવા મળી ત્યાર પછી સીટીંગની પ્રોસીઝર સમજાવી અને સમય નક્કી કર્યો.
નક્કી કરેલાં સમયે રાકેશભાઈને લઈને સાવનકુમાર આવી ગયા.પેપર ફોર્માલીટી પુરી કરી રાકેશભાઈની સીટીંગ શરૂ કરી.આ સીટીંગ દરમ્યાન તેમને માનસિક અને શારીરિક રીતે આરામ પહોંચાડી તેમનામાં રહેલાં ડર દુર કરવા તેમને સુચનાઓ આપવાની શરૂ કરી.પાંચ છ દિવસની સીટીંગ્સથી રાકેશભાઈમાં સુંદર પરિણામો દેખાવા લાગ્યા.જેમ જેમ સીટીંગ્સ આગળ વધતી ગઈ તેમ તેમ રાકેશભાઈ નોર્મલ થવા લાગ્યાં.હવે તે દરેક ડરમાંથી મુકત થઈ ગયા હતા. સીટીંગ્સ પુરી થતાં પહેલાં જ રાકેશભાઈનો મૃત્યુનો ડર ગાયબ થઈ ગયો.તેમના હાર્ટફંકશનમાં અને લોહી જાડુ થવા બાબત કોઈ ચિંતા ન રહી અને સામાન્યથી થઈ દરરોજ દુકાને જવા લાગ્યા અને તનેમની દરેક જવાબદારીઓ પોતાની મેળે પુરી કરવા લાગ્યા.આમ હીપ્નોથેરાપી અને માઈન્ડ પ્રોગ્રામીંગ થકી રાકેશભાઈ પહેલાં કરતાં પણ વધુ એકટીવ થઈ ગયા.હિપ્નોથેરાપી વિશે કોઈપણ પ્રકારની માહિતી જાેઈતી હોય કે હીપ્નોટીઝમ અંગેના પ્રવચન, નિર્દેશન, મનોરંજક કાર્યક્રમ યોજવા આપ અમારો સંપર્ક કરી શકો છો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.