જાપાનમાં 7.2ની તિવ્રતાનો આવ્યો ભૂકંપ, દરિયામાં 3 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

જાપાનમાં 7.2ની તિવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. સ્થાનિક સમય પ્રમાણે સાંજે 6.09 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે શનિવાર બપોરે ટોક્યો, જાપાનની નજીક રિક્ટર સ્કેલ પર 7.2ની તિવ્રતાનો આંચકો અનુભવાયો. એજન્સી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિંદુ ટોક્યો, જાપાનથી 362 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં હતું.

જાપાનની મટિરિયોલોજીકલ એજન્સીએ ભૂકંપના આંચકા બાદ સુનામીની એડવાઈઝરી જાહેર કરી છે. એજન્સીએ જણાવ્યું કે, મિયાગી ક્ષેત્રમાં પ્રશાંત મહાસાગરમાં 60 કિમી અંદર સાંજે 6.09 કલાકે આંચકા અનુભવાયા. એજન્સી એક મીટરની ઉંચાઈવાળી લહેરોની સુનામી આવવાની ચેતવણી જાહેર કરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.