જેગુઆર લેન્ડ રોવરની ફ્યુચર એક પ્યોરિફિકેશન ટેકનોલોજી વાયરસ અને બેક્ટેરીયાને 97 ટકા સુધી અવરોધતી સાબિત થઇ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

જેગુઆર લેન્ડ રોવરની ફ્યુચર કેબિન એર પ્યોરિફિકેશન ટેકનોલોજી વાયરસ અને બેક્ટેરીયાને 97 ટકા જેટલી અવરોધતી હોવાનું લેબોરેટરી ટેસ્ટમાં સાબિત થયુ છે.

નમૂનારૂપ હીટીંગ, વેન્ટીલેશન અને એર કંન્ડીશનીંગ (HVAC) સિસ્ટમ નુકસાનકારક બેક્ટેરીયા અને વાયરસને અવરોધવા માટે પેનાસોનિકની નેનો ™ X** ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને તે ભવિષ્યની જેગુઆર અને લેન્ડ રોવર મોડેલ્સની કેબિનને વિશિષ્ટ ગ્રાહક અનુભવ પૂરો પાડવા માટે મદદ કરશે. આ સંશોધન જેગુઆર લેન્ડ રોવરે પોતાની ભવિષ્યની વ્યૂહરચનાઃ આધુનિક લક્ઝરીની ટકાઉતા સમૃદ્ધ પુનઃકલ્પના, વિશિષ્ટ ગ્રાહક અનુભવ અને સકારાત્મક સામાજિક અસરને વ્યાખ્યાયિત કરતા બહાર આવ્યુ છે.

જેગુઆર લેન્ડ રોવરે 30 મિનીટની સાયકલમાં બનાવવામાં આવેલી રિસર્ક્યુલેશન મોડમાં વ્હિકલ વેન્ટીલેશન સિસ્ટમની નકલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલી બંધ-ચેમ્બરનું લેબોરેટરી આધારિત પરીક્ષણ કરવા માટે અગ્રણી માઇક્રોબાયોલોજી અને વિરોલોજી લેબ પર્ફેક્ટસ બાયોમેડ લિમીટેડ સાથે ભાગીદારી કરી છે. સ્વતંત્ર સંશોધન બતાવે છે કે વાયરસ અને બેક્ટેરીયાને મહત્તમ 97 ટકા સુધી રોકવામાં આવ્યા હતા.

પેનાસોનિકની સંશોધનાત્મક નેનો™ X ટેકનોલોજીનું વૈશ્વિક સંશોધન સંસ્થા ટેક્સેલ દ્વારા નોવેલ કોરોનાવાયરસ (SARS-CoV-2*) પર પણ પરીક્ષણ કરવામાં આવ્યુ છે જે વાયરલ પરીક્ષણ અને ઇમ્યુનોપ્રોફાઇલીંગમાં કુશલતા ધરાવે છે અને તે વિશ્વમાં અનેક લેબોરેરીઓમાંની એક લેબ છે જે નોવેલ કોરોનાવાયરસ સામે પરીક્ષણ કરવાની મંજૂરી ધરાવે છે. તેણે બે કલાકના લેબોરેટરી પરીક્ષણ દરમિયાનમાં 99.995 ટકા વાયરસ અવરોધ્યા હોવાનું શોધી કાઢ્યુ હતું ***.

જેગુઆર લેન્ડ રોવરના ચિફ મેડીકલ ઓફિસર ડૉ. સ્ટીવ લેએ જણાવ્યું હતુ કે: “અમારા ગ્રાહકોની સુખાકારી અમારા માટે ટોચની અગત્યતા છે અને હાલમાં અને કાયમ માટે અમે એવા ટેકનોલોજીકલ ઉકેલોની શોધમાં હોઇએ છીએ જે અમારા પ્રિય વ્યક્તિઓની સંભાળ લેવામાં મદદ કરે. સ્વતંત્ર સંશોધન અમારા નિષ્ણાત એન્જિનીયર્સ દ્વારા વિકસાવવામાં આવ્યુ છે અને શરૂ કરવામાં આવ્યુ છે, જે નુકસાનકારક પેથોજેન્સને પેસેન્જર્સ માટે કેબિનની અંદર ચોખ્ખુ વાતાવરણ પૂરું પાડીને અને માલિકીપણાના અનુભવમાં નવા ધોરણો સ્થાપિત કરીને ન્યૂનતમ બનાવવામાં આવી રહ્યા છે તેવી અમારા ગ્રાહકોને ખાતરી પૂરી પાડવા માટેના અનેક માર્ગોમાંનો એક માર્ગ છે.”

એક્ટિવ એર પ્યોરિફિકેશન પૂરું પાવા માટે નેનો ™ X ટેકનોલોજી અગાઉની નેનો™ કરતા દસ ગણી વધુ અસરકારક છે જે નેનો-કદના વોટર મોલેક્યુલ્સ****માં બંધ કરોડો હાઇડ્રોક્સીલ (OH) રેડીકલ્સનું સર્જન કરવા માટે હાઇ વોલ્ટેજનો ઉપયોગ કરે છે. આ OH રેડીકલ્સ વાયરસ અને બેક્ટેરીયા પ્રોટીન્સને નિષ્ફળ બનાવે છે અને તે રીતે તેમની વૃદ્ધિને અવરોધે છે. OH રેડીકલ્સ દુર્ગંધ નાબૂદ કરે છે અને એલર્જેન્સને તે જ રીતે અવરોધે છે જેથી ગ્રાહકો માટે ચોખ્ખી હવાવાળા વાતાવરણનું સર્જન કરી શકાય.

જેગુઆર લેન્ડરોવર ખાતેના રિસર્ચ એન્જિનીયર એલેક્ઝાન્ડર ઓવેને જણાવ્યું હતુ કે: “આ ટેકનોલોજી કુદરતની શક્તિનો લાભ ઉઠાવવા માટે સમર્થન બનવાનું સુંદર ઉદાહરણ છે અને જેગુઆર લેન્ડ રોવરને કેબિન ટેકનોલોજી સામે યોગ્ય રીતે મુકે છે. હાઇડ્રોક્સીલ રેડીકલ્સ કેમિસ્ટ્રીમાં અનેક અગત્યના કુદરતી ઓક્સીડન્સમાંનો એક છે અને હજ્જારો વર્ષોથી આપણા વાતાવરણને શુદ્ધ કરવામાં મદદ કરી રહ્યા છે, પ્રદૂષકોને અને અન્ય નુકસાનકારક પદાર્થોને દૂર કરે છે. આ ટેકનોલોજીનું સર્જન અને અમારુ એડવાન્સ સંશોધન એ ભવિષ્યમાં વ્હિકલની કેબન્સમાં આ વૈજ્ઞાનિક અસાધારણ ઘટના તરફેનું પ્રથમ કદમ છે.”

આ અગ્ર સંશોધન જેગુઆર લેન્ડરોવરને ભવિષ્યમાં એડવાન્સ્ડ કેબિન એર ફિલ્ટ્રેશનની નેક્સ્ટ જનરેશન ઓફર કરવાની મંજૂરી આપશે. નવી ઓલ ઇલેક્ટ્રિક જેગુઆર I-PACE પર્ફોમન્સ એસયુવી અને ડીસકવરી અન રેન્જ રોવર ઇવોક સહિતના લેન્ડ રોવર લાઇન-અપ સહિતના જેગુઆર રેન્જના મોડેલ્સ^ હાલમાં નેનો™ ટેકનોલોજી અને PM2.5 ફિલ્ટ્રેશન ઓફર કરે છે. નવીન પ્રિ-કન્ડીશનીંગ ફીચર પણ ઉપલબ્ધ છે જેથી ગ્રાહકો વ્હિકલમાં જતા પહેલા સિસ્ટમને સક્ષમ બનાવી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.