પંજાબમાં 31 માર્ચ સુધી શાળા-કોલેજો બંધ, ઘરે આવતા મહેમાનોને લઇને પણ ગાઇડલાઇન જાહેર

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પંજાબમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને ધ્યાનમાં લઇને તમામા શાળા અને કોલેજોને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. જેની સાથે જ કોલેજની પરીક્ષાઓને પણ સ્થગિત કરાવામાં આવી છે. પંજાબ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી ગાઇડલાઇન પ્રમાણે રાજ્યમાં વધી રહેલા કોરોના કેસને ધ્યાને લઇને શાળા-કોલેજોને 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે.

મેડિકલ અને નર્સિંગ કોલેજોને છોડીને તમામ શૈક્ષણિક સંસ્થાનો 31 માર્ચ સુધી બંધ રહેશે. આ સિવાય સિનેમા હોલને 50 ટકા ક્ષમતા સાથે સંચાલિક કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. એક મોલની અંદર 100 કરતા વધારે લોકો એક સમયે હાજર નહીં રહી શકે.

સાથે જ ઘરમાં એકસાથએ 10 કરતા વધારે મહેમાનો બોલાવવા ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તમામ સામાજિક કાર્યક્રમોને પણ બે અઠવાડિયા સુધી સ્થગિત કરવાના આદેશ આપવામનાં આવ્યા છે. પંજાબના 11 જિલ્લાની અંદર અત્યારે નાઇટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. જેની અંદર લુધિયાણા, જાલંધર, પટિયાલા, મોહાલી, અમૃતસર, ગુરદાસપુર, હોંશિયારપુર, કપૂરથલા અને રાપડનો સમાવેશ થાય છે. જ્યાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે. આ તમામ જિલ્લાની અંદર દરરોજના 100 કરતા વધારે કરોના કેસ આવી રહ્યા છે.

સાથએ જ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે દર રવિવારે સિનેમાઘરો, મલ્ટિપ્લેક્સ, રેસ્ટોરન્ટ, મોલ વગેરેને બંધ રાખવાના આદેશ પણ આપ્યા છે. ઉદ્યોગો અને જરુરી સેવાઓને મંજૂરી આપવામાં આવી છએ પરંતુ તેના પર પણ નજર રાખવામાં આવશે. સાથે જ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવવાના આદેશ આપવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.