વડોદરાના ખાનપુરમાં કોરોનાનાં હાહાકારથી ફફડાટ, એક જ સપ્તાહમાં 47 કેસ નોંધાતા ગામને સ્વયંભૂ લોકડાઉન કરાયું

ગુજરાત
ગુજરાત

રાજ્યભરમાં કોરોના સંક્રમણે ફરી ફૂંફાડો માર્યો છે. કોરોનાનો કહેર વધતાં લોકોમાં ફરી ડરનો માહોલ પેદા થયો છે. વડોદરા જિલ્લામાં આવેલા ખાનપુર ગામમાં કોરોના વિસ્ફોટ થયો છે. એક જ સપ્તાહમાં ખોબા જેવડા નાનકડાં ગામમાં 47 કેસ નોંધાતા ગામને સ્વયંભૂ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ડરના માર્યા લોકો ફફડી રહ્યાં છે. ગામના પટેલ ફળિયામાં જ 35થી વધુ કેસ મળી આવ્યાં છે. જેથી સમગ્ર ગામને 31મી માર્ચ સુધી સ્વયંભૂ રીતે સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. એક વર્ષ પછી ફરી લોકડાઉનને લઈને લોકોમાં હાહાકાર સાથે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

વડોદરાનાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ખાનપુર ગામમાં કોરોનાનાં એક જ સપ્તાહમાં 47 કેસથી હાહાકાર મચ્યો છે. ગઇકાલે ગામમાં કોરોનાથી વૃદ્ધનું મોત થયું હતું. જ્યારે ગામનાં પટેલ ફળીયામાં જ 35થી વધુ કેસ સામે આવ્યા છે. જેને પગલે ગ્રામ પંચાયત દ્વારા ખાનપુર ગામને સેવયંભૂ લોકડાઉન કરાયું છે. આ સાથે પટેલ ફળીયામાં અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે. ગામમાં 31 માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 25,577 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 3796, પશ્ચિમ ઝોનમાં 4230, ઉત્તર ઝોનમાં 5013, દક્ષિણ ઝોનમાં 4673, વડોદરા ગ્રામ્યમાં 7829 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.