ટાટા મોટર્સ દ્વારા નવી પેઢીની અલ્ટ્રા સ્લીક ટી- સિરીઝ રેન્જના સ્માર્ટ ટ્રક્સ રજૂ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વાહન ઉત્પાદક ટાટા મોટર્સે શહેરી પરિવહનની સમકાલીન માગણીઓને અનુકૂળ ડિઝાઈન્ડ અને એન્જિનિયરિંડ અલ્ટ્રા સ્લીક ટી- સિરીઝ ઈન્ટરમિજિયેટ અને લાઈટ કમર્શિયલ ટ્રક્સ (આઈ એન્ડ એલસીવી)ની તેની નવીનતમ રેન્જ રજૂ કરી છે. ત્રણ મોડેલ- ટી.6, ટી.7 અને ટી.9માં ઉપલબ્ધ સંપૂર્ણ નવી અલ્ટ્રા સ્લીક રેન્જ સર્વ આવશ્યક ઉફયોગને અનુકૂળ 10થી 20 ફીટ સુધી લંબાઈના વિવિધ ડેક્સમાં ઉપલબ્ધ છે. સ્લીક 1900 મીમી- પહોળી કેબિન બંધિયાર શહેરી જગ્યામાં ઉત્કૃષ્ટ ડ્રાઈવર આરામ સાથે ઝડપી હલનચલન પૂરું પાડે છે અને તેના સ્માર્ટ ફીચર્સ આસાન મેનુવરેબિલિટી પૂરી પાડે છે. આ ભાવિ તૈયાર વાહનોની નવી પેઢીની રેન્જ ટાટા મોટર્સની પાવર ઓફ 6ની ફિલોસોફી પર મહોર મારે છે, જે ઉત્કૃષ્ટ વાહન કામગીરી, ડ્રાઈવિંગ આરામ, સુવિધા અને કનેક્ટિવિટી સાથે સુરક્ષા સહિત બધું જ ઓછા ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ (ટીસીઓ)માં પૂરું પાડે છે.

અલ્ટ્રા સ્લીક ટી- સિરીઝ રેન્જ લોન્ચ કરતાં ટાટા મોટર્સના કમર્શિયલ વેહિકલ બિઝનેસ યુનિટના પ્રેસિડેન્ટ શ્રી ગિરીશ વાઘે જણાવ્યું હતું કે કમર્શિયલ વેહિકલ્સ ડોમેનમાં આગેવાન તરીકે ટાટા મોટર્સે તેના વિવિધ સેગમેન્ટ્સમાં સ્માર્ટ, ભાવિ- તૈયાર પ્રોડક્ટો અને નિવારણો રજૂ કરીને નવાં સીમાચિહનો સ્થાપિત કર્યાં છે. અલ્ટ્રા સ્લીક ટી- સિરીઝ રેન્જનું લોન્ચ શહેરી ફ્રેઈટ પરિવહનમાં નવું સીમાચિહન છે. આ ટ્રકો સ્લીકર અને સ્માર્ટર હોઈ ઝડપી હલનચલન આપે છે અને તેથી ઉચ્ચ ઉપયોગિતા અને વધુ ફેરીઓ સાથે વધુ મહેસૂલી આવક આપે છે. આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત અલ્ટ્રા મંચ પર નિર્મિત ટ્રકો વિવિધ પ્રકારના ઉપયોગને પહોંચી વળે તે રીતે ઘડવામાં આવ્યા છે. અલ્ટ્રા સ્લીક ટી- સિરીઝ રેન્જ આરામ સાથે ભવિષ્યલક્ષી સ્ટાઈલિંગને જોડે છે, નોંધનીય રીતે ઓછો નોઈઝ, વાઈબ્રેશન અને હાર્શનેસ (એનવીએચ) સ્તર પૂરો પાડે છે, જેને લીધે ગીચતા અને સાંકડા રસ્તાઓ પરથી પસાર થવામાં આસાની રહે છે અને થાકમુક્ત ડ્રાઈવિંગ અનુભવ થાય છે. વોક- થ્રુ કેબિન ઉત્કૃષ્ટ સુરક્ષા માટે સઘન ક્રેશ-ટેસ્ટેડ છે અને એડજસ્ટેબલ સીટ હાઈટ, ટિલ્ટ અને ટેલિસ્કોપિક પાવર સ્ટીયરિંગ અને ડેશબોર્ડ- માઉન્ટેડ ગિયર લીવર સાથે સમૃદ્ધ છે. અંતર્ગત મ્યુઝિક સિસ્ટમ ઉપરાંત યુએસબી ફાસ્ટ ચાર્જિંગ પોર્ટ અને લિબરલ સ્ટોરેજ જગ્યા બહેતર આરામ આપે છે, જ્યારે એર બ્રેક્સ અને પેરાબોલિક લીફ સસ્પેન્શન બહેતર સુરક્ષા પૂરી પાડે છે અને રાત્રે દષ્ટિગોચરતા સુધારવા માટે ક્લિયર- લેન્સ હેડલેમ્પ્સ અને એલઈડી ટેઈલ- લેમ્પ્સ છે.

તેની વર્સેટાલિટીને સમર્થન આપતાં અલ્ટ્રા સ્લીક ટી- સિરીઝમાં 4- ટાયર અને 6- ટાયર સંયોજનમાં અને વિવિધ ડેક લંબાઈમાં પ્રકાર ઉપલબ્ધ છે. આ રેન્જ વિવિધ પરિવહનની જરૂરને અનુકૂળ તૈયાર કરવામાં આવી છે. તે વ્યાપક પ્રકારના એપ્લિકેશન્સને પહોંચી વળવા માટે સુસજ્જ છે, જેમ કે, ઈ-કોમર્સ પ્રોડક્ટો, એફએમસીજી, ઔદ્યોગિક માલો, એલપીજી સિલિંડરો અને કોવિડ-19 રસીના પરિવહન માટે રેફ્રિજરેટેડ કન્ટેઈનરો તેમ જ ઈંડાં, દૂધ અને ખેતીની પેદાશો જેવા ખાદ્ય પદાર્થોના પરિવહનનો સમાવેશ થાય છે.

ભાવિ તૈયાર બીએસ6 4એસપીસીઆર એન્જિન દ્વારા પાવર્ડ અને 100 એચપી પાવર અને 300 એનએમ ટોર્ક રેટિંગ સાથે આ રેન્જ મહત્તમ પાવર અને કક્ષામાં અવ્વલ ઈંધણ કાર્યક્ષમતા પૂરી પાડે છે. રેન્જનું ઉત્તમ ટકાઉપણા માટે તૈયાર કરાયેલી મજબૂત મસ્ક્યુલર ચેસિસ અને ઈંધણની કાર્યક્ષમતા ઓર વધારવા માટે લો- રોલિંગ રેઝિસ્ટન્સ સાથે રેડિયલ ટાયરો સાથે મજબૂત બનાવાઈ છે.

ભાવિ પેઢીનું કનેક્ટેડ વાહન નિવારણ ફ્લીટ એજ સાથે ટાટા મોટર્સ માહિતગાર નિર્ણય લેવા સાથે ફ્લીટ મેનેજમેન્ટ મહત્તમ બનાવવા માટે ટેલિમેટિક્સ ઓફર કરે છે. આ નિવારણ ફ્લીટ માલિકોને વાહનનાં ડાયગ્નોસ્ટિક્સ અને ડ્રાઈવરના વર્તન પર મહત્ત્વપૂર્ણ અંતર્દષ્ટિ આપે છે, જેને લીધે બહેતર ફ્લીટ ઉપયોગિતામાં મદદ થાય છે. ફ્લીટ એજ નિવારણ વિવિધ ફ્લીટ આકારમાં સુસંગત અને લાભદાયી છે.
તે બહેતર ફાઈનાન્સિંગ નિયમો, રાષ્ટ્રવ્યાપી સર્વિસ વોરન્ટી અને ઉચ્ચ રિસેલ મૂલ્ય જેવા ઘણા બધા લાભો સાથે સંપૂર્ણ નિર્મિત નિવારણોના વ્યાપક સંચ ઓફર કરે છે, જેથી તેના ગ્રાહકો માટે જીવનચક્રો થકી વધુ બહેતર મૂલ્ય પરિમાણ બનાવે છે.

આ આકર્ષક ઓફરમાં ઉમેરો કરતાં ટાટા મોટર્સની આઈ એન્ડ એલસીવી રેન્જ 3 વર્ષ /3 લાખ કિલોમીટરની બેજોડ વોરન્ટી સાથે આવે છે. ટાટા મોટર્સ સંપૂર્ણ સવા 2.0 અને ટાટા સમર્થ પણ ઓફર કરે છે, જે દરેક આઈ એન્ડ એલસીવી ટ્રક સાથે કમર્શિયલ વાહનના ડ્રાઈવરના કલ્યાણ, અપટાઈમ ગેરન્ટી, ઓન- સાઈટ સર્વિસ અને કસ્ટમાઈઝ્ડ વાર્ષિક મેઈનટેનન્સ અને ફ્લીટ મેનેજમેન્ટ નિવારણો પણ ઓફર કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.