Rakhewal | 09-03-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસા તાલુકા સંઘના પૂર્વ ચેરમેન સામે ગુનો દાખલ, તાલુકા સંઘમાં ૧.૮૦ કરોડનો ગોટાળો બહાર આવતા ખળભળાટ.

બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમે કંબોઈ નજીક ખનીજ ચોરી કરતા ૨ ટ્રકોને ઝડપી ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

દિયોદરની લુન્દ્રા કેનાલ પાસે ટ્રક અને ટ્રેકટર ટકરાતા એકનું મોત.

થરામાં મરણ પ્રસંગે આવેલા ઇસમને છરીના ઘા ઝીંક્યા, ભાભરના છ ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ.

અમીરગઢના ઈકબાલગઢ નજીક બટાકા ભરેલ ટ્રેકટર પલ્ટી મારતાં અકસ્માત સર્જાયો.

ચંડીસર ખાતે મહિલા દિવસે જ પરણિતાએ સાસરિયાના ત્રાસથી કંટાળી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર.

સિધ્ધપુર તાલુકાના કાકોશીમાં નવો થાંભલો ઉભો કરવા ગયેલ વીજ કંપનીની ટીમ પર હુમલો.

રાજ્ય સરકારની કાયમી જગ્યાઓ પર કેલેન્ડર મુજબ ભરતી, છેલ્લા ત્રણ વર્ષમાં ૧.૨૫ લાખ કર્મીઓની ભરતી કર્યાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો દાવો.

સ્કૂલોમાં નોંધાતા કોરોનાના કેસોએ વાલીઓ-શિક્ષકોની ચિંતા વધારી, શિક્ષણમંત્રીએ SOP કડક બનાવવા આદેશ આપ્યા.

12મી માર્ચે વડાપ્રધાન મોદીની ગાંધી આશ્રમની મુલાકાતને લઈ તડામાર તૈયારીઓ, અભયઘાટ ખાતે સભા ડોમ ઉભો કરાયો.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 મેચની ટિકિટના ધાંધિયા, લોકોની ભીડ ભેગી થતાં પોલીસની દંડાવાળી.

કોરોના કાળમાં આત્મનિર્ભર પેકેજની જાહેરાત છતાંય ગુજરાતની GIDCમાં 2203 ઉદ્યોગો બંધ,8539 પ્લોટ અને 490 શેડ ખાલી.

JEE મેઇન્સ-ફેબ્રુઆરી પરીક્ષાનું પરિણામ જાહેર, અમદાવાદના અનંત કીદામ્બીએ 100માંથી 100 પર્સન્ટાઈલ મેળવી દેશમા છઠ્ઠો ક્રમાંક મેળવ્યો.

રિટાયરમેન્ટ અને દિલ્હી ડેપ્યુટેશનના કારણે ગુજરાતમાં અધિકારીઓની ઘટ, 30% IAS, IPSની જગ્યા ખાલી.

અધિકારીઓ ગાંઠતા નહીં હોવાની મંત્રી કુંવરજી બાવળીયા સહિત 10 ધારાસભ્યોની ફરિયાદ, ધારાસભ્યોનું માન જાળવવા સરકારનો વહીવટી તંત્રને આદેશ.

વિધાનસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી બોલ્યાઃ છેલ્લા ત્રણ વર્ષમાં અમે 1.25 લાખ કર્મીઓની ભરતી કરી.

કોરોનાના વધતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન, થાણેમાં હોટસ્પોટ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા.

ત્રિવેન્દ્રસિંહ રાવતે CM પદ પરથી રાજીનામું આપ્યું, ઉત્તરાખંડને મળશે નવા મુખ્યમંત્રી.

કોલકાતામાં રેલવેની બહુમાળી ઈમારતમાં આગ લાગતાં 4 ફાયર ફાઇટર સહિત 9 લોકોનાં મોત; CM મમતા બેનર્જી ઘટનાસ્થળે પહોંચ્યાં.

પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે: સાઉદીના પેટ્રોલિયમ ભંડારો પર આતંકવાદી હુમલો, જાણી લો હવે શું થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.