ઉત્તર ગુજરાતના ખેડૂતો ચિંતામાં પેઠા, આજે બપોર બાદ આ જિલ્લામાં કાળા ડિંબાગ વાદળો ઉમટ્યા અને પછીપ

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં બે દિવસથી ઠંડીએ થોડો વિરામ લીધો છે. ગત કેટલાક દિવસોની સરખામણીએ ગઈકાલે અને આજે રાજ્યભરમાં ઠંડી ઓછી જોવા મળી રહી છે.
 
બીજી બાજુ પાટણ જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. પાટણ જિલ્લામાં બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિંબાગ વાદળ જોવા મળ્યા હતા, એટલું જ નહીં, પાટણમાં વાદળછાયા વાતાવરણથી ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.
 
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાટણ જિલ્લામાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળતા જગતનો તાત ચિંતામાં પેઠો હતો. પાટણ જિલ્લામાં વાદળછાયા વાતાવરણથી ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો હતો. જો પાટણ જિલ્લામાં એકાએક આવેલા વાતાવરણના પલટાના કારણે કમોસમી માવઠું થશે તો રવિ પાક વાવેલ ઘઉં, જીરું અને રાયડાના પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન ૧૨થી ૨૦ ડિગ્રી પહોંચ્યું છે. સુરતમાં તો લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીએ પહોંચતા લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
 
આમ ગુજરાતમાં ઠંડી ઘટી છે તેવું કહી શકાય છે. હવામાન વિભાગે આગામી બે દિવસ બાદ ફરી ઠંડીમાં વધારો થશે તેવી આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા પણ દર્શાવી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.