હીરો મોટોકોર્પે કસ્ટમર્સ ઓફર્સ સાથે 100 મિલિયન સેલિબ્રેશન ચાલુ રાખ્યું છે

ગેઝેટ્સ
ગેઝેટ્સ

મોટરસાઈકલો અને સ્કૂટરની દુનિયાની સૌથી મોટી ઉત્પાદક હીરો મોટોકોર્પે આજે દેશભરના ગ્રાહકો માટે ચાર દિવસનું વિશેષ સર્વિસ અને એક્સચેન્જ કાર્નિવલ રજૂ કર્યું છે.

હીરો મોટોકોર્પે 21 જાન્યુઆરી, 2021ના રોજ 100 મિલિયન એકત્રિત ઉત્પાદન પાર કરવાની દુર્લભ સિદ્ધિ હાંસલ કરી છે. આ સીમાચિહન સિદ્ધિની ઉજવણી ચાલુ રાખતાં કંપનીએ તેના લાખ્ખો ગ્રાહકો માટે વિશેષ એક્સચેન્જ અને સર્વિસ લાભોની ઘોષણા કરી છે.

કાર્નિવલ 5-8 માર્ચ, 2021 સુધી રહેશે અને તેમાં નિમ્નલિખિત ઓફરનો સમાવેશ રહેશેઃ
• પેઈડ સર્વિસ @ રૂ. 100 + જીએસટી
• રોડ સાઈડ આસિસ્ટન્સ પરચેઝ પર રૂ. 100ની છૂટ
• જોઈરાઈડ (વાર્ષિક મેઈનટેનન્સ કોન્ટ્રાકટ) પરચેઝ પર રૂ. 100ની છૂટ
• બધા ગ્રાહકો માટે મફત વોશિંગ, પોલિશિંગ અને નાઈટ્રોજન
ચાર- દિવસનું સર્વિસ કાર્નિવલ હીરો મોટોકોર્પ મોટરસાઈકલ્સ અને સ્કૂટર્સના માલિકોને વિવિધ એક્સચેન્જ ઓફર્સ પણ પૂરી પાડે છે.

8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર કંપની તેની સંપૂર્ણ સ્કૂટર શ્રેણી પર વિશેષ એક્સચેન્જ અને પરચેઝ બોનસ પણ આપે છે.

ઓફર હીરો મોટોકોર્પની તેના ગ્રાહકોને સુખદ અનુભવ આપવાની કટિબદ્ધતાને ફરી એક વાર સમર્થન આપે છે. ઉચ્ચ ગ્રાહકલક્ષી કંપની હીરો મોટોકોર્પ ઉત્તમ પ્રોડક્ટો, સર્વિસીસ અને ઓફર્સ સાથે તેના ગ્રાહકોને રોમાંચ અને ખુશી આપવાનો એકધાર્યો પ્રયાસ કરે છે.

ગ્રાહકો ઓફર્સ વિશે વધુ જાણકારી માટે તેમના નજીકના હીરોના અધિકૃત ગ્રાહક સંપર્ક સ્થળની વિઝિટ કરી શકે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.