Rakhewal | 08-03-2021 Headlines

Other

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

વાવની મુખ્ય કેનાલમાં માસૂમ પુત્ર સાથે પિતાની મોતની છલાંગ, તરવૈયાઓએ ૧૫ કલાકની જહેમત બાદ પિતાની લાશ બહાર કાઢી, પુત્રનો કોઈ પત્તો નથી મળ્યો.

ભાભરની મહિલાની લાશ દિયોદરની લુદ્રા કેનાલમાંથી મળી આવી, પગ લપસતા કેનાલમાં ખાબકી હોવાનું અનુમાન.

થરાદના ખેડૂતે જીરાના પાકમાં બગાડ આવતાં ઢગલાને દીવાસળી ચાંપી દીધી.

બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન સિપુ અને દાંતીવાડા ડેમમાં તળીયા દેખાતા ખેડૂતો ચિંતત.

ડીસામાં જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેર શૌચાલયમાં ગંદકી હોવાના કારણે વેપારીઓ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ.

ડીસા સોની બજાર વિસ્તારમાં સાંજના સુમારે એક દુકાનમાં અચાનક આગ લાગી, ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી.

ભાભરમાં કેબીનને બાઇક અથડાયા બાદ ઇસમોએ બે યુવકોને માર માર્યો, ત્રણ સામે ગુનો દાખલ.

ઊંઝામાં બોગસ બીલિંગ કૌભાંડ મામલે એપીએમસીના પૂર્વ ડિરેકટર સંજય ઉર્ફે શંકર મફતલાલ પટેલ સહીત બે આરોપીની જામીન અરજી ફગાવાઈ.

સરકારે સ્વીકાર્યુ, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૧,૪૧૧ હિટ એન્ડ રનના બનાવો બન્યા, ૫,૫૭૦ આરોપી વાહન ચાલકો પોલીસ પકડથી દુર.

ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં ઓનલાઈન ઠગાઈ – સાઇબર ક્રાઇમની ૧૮૫૯ ફરિયાદો નોંધાઈ, અમદાવાદમાં જ ૯૨૦ ઘટનાઓ બની.

રાજ્યનાં 14 શહેરમાં ગરમીનો પારો 35 ડીગ્રીએ પહોંચ્યો, અમદાવાદમાં આગામી ચાર દિવસમાં તાપમાન 40 ડીગ્રીએ પહોંચી શકે છે.

ઈન્દોરના યુવાનોએ સ્ટોક માર્કેટમાં રોકાણ કરાવવાના બહાને અનેક લોકોને છેતર્યા, પોલીસે 31 આરોપીઓને ઝડપી પાડ્યા.

નવસારીની સિવિલમાં વર્ગ-3 અને 4ના કર્મચારીઓની હડતાળ સમેટાઈ, એક સપ્તાહ બાદ તમામ કર્મચારીઓનો પગાર થશે તેમ કહેતા કર્મીઓ ફરી કામે લાગ્યા.

રાજ્યની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને હવે DBTથી માનદ વેતન સીધુ જ બેંક ખાતામાં મળશે.

ડાયાબિટીસ અને BP નિયંત્રણમાં હોય તેવા 45થી વધુ વયના દર્દીઓને રસી બે મહિના પછી મળશે.

મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં કોરોનાના નવા કેસોમાં તીવ્ર વધારો થયો,15 રાજ્યોમાં સાજા થતાં દર્દીઓ કરતાં નવા દર્દીઓની સંખ્યા વધી.

પેરિસથી દિલ્હી આવતી ફ્લાઇટમાં ભારતીય પેસેન્જરે મચાવ્યું તોફાન; બલ્ગેરિયામાં ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું.

રાફેલ બનાવનારી કંપની દસોના માલિક ઓલિવિયર દસોનું મૃત્યુ; રજા મનાવવા ગયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.