Apollo 24|7 દ્વારા હેલ્થકેર સર્વિસિસ ભારતીયોની વધુ નજીક લાવવા માઇક્રોસોફ્ટ એઝ્યોરનો ઉપયોગ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

અપોલો હોસ્પિટલ્સે તેના ઓમની-ચેનલ હેલ્થકેર પ્લેટફોર્મ Apollo 24|7ના દેશવ્યાપી અમલીકરણ સાથે પોતાની પહોંચમાં વૃદ્ધિની જાહેરાત કરી છે, જે ભારતમાં છેવાડા સુધી આરોગ્ય સેવાઓની ડિલિવરીમાં પરિવર્તન લાવવા માટે માઇક્રોસોફ્ટ એઝ્યોરની ક્ષમતાઓનો ઉપયોગ કરે છે. નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિશ્વ-સ્તરીય હેલ્થકેર સોલ્યુશન પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે પ્લેટફોર્મ વેબ અને મોબાઇલ ઉપર ઇઝી-ટુ-યુઝ ઇન્ટરફેસ દ્વારા દેશભરમાં ગ્રાહકો સુધી પહોંચી શકે છે. આ પ્લેટફોર્મ અપોલો ગ્રૂપના વિસ્તૃત ફિઝિકલ નેટવર્ક અને ક્ષમતાઓની સાથે વિશેષ ડિજિટલ ઇકોસિસ્ટમ ધરાવે છે, જેમાં ઓનલાઇન મેડિસીન ડિલિવરી, વર્ચ્યુઅલ ડોક્ટર કન્સલ્ટેશન, ઓનલાઇન ડાયગ્નોસ્ટિક ટેસ્ટ બુકિંગ, કન્ડિશન મેનેજમેન્ટ અને પર્સનલ હેલ્થ રેકોર્ડ મેન્ટેનન્સ સામેલ છે.

અપોલો હોસ્પિટલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન શોભના કામિનેનીએ જણાવ્યું હતું કે, ભારતમાં હેલ્થકેરમાં પરિવર્તન લાવવાના પ્રયાસો અને Apollo 24|7 પ્લેટફોર્મ માટે માટે માઇક્રોસોફ્ટના મહત્વપૂર્ણ સહયોગ બદલ અમે ખુશી અનુભવીએ છીએ. અમે યુઝરની ગોપનિયતા અને સલામતી સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ કર્યાં વિના સરળ ગ્રાહક અનુભવ ઓફર કરવા સક્ષમ બન્યાં છીએ.

નવા નોર્મલમાં હેલ્થકેરની પુનઃકલ્પના સાથે પેશન્ટ કેર અને વેલનેસની બદલાતી અપેક્ષાઓને કારણે ટેલી-હેલ્થ પ્રોસેસમાં ઝડપી વૃદ્ધિ થઇ છે. Apollo 24|7 માહિતીના વિવિધ સ્રોતોને સાંકળીને દરેક ગ્રાહકને સંપૂર્ણ વ્યક્તિગત અનુભવ ડિલિવર કરે છે. કનેક્ટેડ ડિવાઇસિસનો ઉપયોગ કરીને ક્લાઉડ-પાવર્ડ ક્લિનિકલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ અને ઓનલાઇન પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ દ્વારા Apollo 24|7 પ્લેટફોર્મ ગ્રાહક-કેન્દ્રિત હેલ્થ ઇકોસિસ્ટમ ઓફર કરે છે.

દેશભરમાં અપોલો હોસ્પિટલ્સ અને ક્લિનિક્સમાં 7,000થી વધુ ડોક્ટર્સના નેટવર્કને આધારે Apollo 24|7 પ્લેટફોર્મ 15 મીનીટમાં અપોલો સર્ટિફાઇડ ડોક્ટર્સ સાથે રાઉન્ડ-ધ-ક્લોક વર્ચ્યુઅલ કન્સલ્ટેશન્સ ઓફર કરે છે. ભારતમાં 4,000 સ્ટોર્સ સાથે પ્લેટફોર્મ ભારતમાં 15,000 પીન કોડ્સ ઉપર દવાઓની સરળ ડિલિવરી પ્રદાન કરે છએ તેમજ પસંદગીના શહેરોમાં બે કલાકમાં ડિલિવરીની પણ ખાતરી આપે છે. તેમાં ભારતમાં એકમાત્ર વિસ્તૃત કન્ડીશન મેનેજમેન્ટ સોલ્યુશન પણ સામેલ છે, જે વેલનેસ અને ક્લિનિકલ એડવાઇઝરિસનો સુમેળ છે. યુઝર્સ પ્લેટફોર્મ ઉપર ઝડપી મેન્ટલ હેલ્થ સ્કેન કરી શકે છે તેમજ હેલ્થ અને વેલનેસ બ્લોગ્સ પણ વાંચી શકે છે.

મહામારીના સમયમાં પ્લેટફોર્મ કોરોના વાઇરસ કફ અને રિસ્ક સ્કેનર, પોસ્ટ કોવિડ કેર તથા રસી સંબંધિત માહિતી પણ પ્રદાન કરે છે. Apollo 24|7 ટૂંક સમયમાં એઆઇ-આધારિત હેલ્થ પ્રિડિક્ટર, વેબબિઇંગ પાર્ટનર સામેલ કરશે, જેથી પ્રી-ક્લિનિકલ જરૂરિયાતો અને લક્ષ્યાંકિત હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ ઓફર કરી શકાય.

માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર શશી શ્રીધરને જણાવ્યું હતું કે, સતત બદલાસા હેલ્થકેર એનવાયર્નમેન્ટમાં માઇક્રોસોફ્ટ સંસ્થાઓને સ્થિતિ સ્થાપકતા અને ભવિષ્યની પુનઃકલ્પના કરવામાં મદદરૂપ બનવાનું મીશન ધરાવે છે. વિશ્લસનીય ક્લાઉડ Apollo 24|7 પેશન્ટ એંગેજમેન્ટમાં નોંધપાત્ર વધારો કરીને દર્દીઓના સારા પરિણામ માટે ઇન્ટેલિજન્ટ હેલ્થ ઇનસાઇટ્સ પ્રદાન કરે છે.

PostgreSQL, Azure Kubernetes Services અને Azure DevOps માટે એઝ્યોર ડેટાબેઝનો ઉપયોગ કરવા માટે નિર્મિત આ પ્લેટફોર્મ દર્દીઓને હેલ્થકેર સર્વિસિસ અને સુરક્ષિત ટ્રાન્ઝેક્ટ કરવા માટે સંકલિત એક્સેસ પ્રદાન કરે છે. આ પ્લેટફોર્મ એઝ્યોર કમ્યુનિકેશન્સ સર્વિસિસનો પણ ઉપયોગ કરશે, જેથી ચેટ, વોઇસ, વિડિયો અને ટેક્સ્ટ મેસેજિંગ વગેરે માટે સમૃદ્ધ અને સુરક્ષિત કમ્યુનિકેશન અનુભવ પ્રાપ્ત થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.