વડોદરામાં સોની પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, 3ના મોત, 3 સારવાર હેઠળ

ગુજરાત
ગુજરાત

વડોદરામાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં એક સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પરિવારના ઘટનાસ્થળે જ 3 સભ્યોના મોત થયા છે. જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવારાર્થે ખસેડવામાં આવ્યા છે.

સ્વાતિ સોસાસટીમાં રહેતા સોની પરિવારના નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિતના 6 લોકોએ જંતુનાશક દવા પી લીધી હતી. જેમાં એક બાળકી તેના પિતા મળીને 3 લોકોના મોત થયા હતા.

સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના મકાનમાં રહેતા આખા પરિવારે જંતુનાશક દવા ગટગટાવી મોતને વ્હાલું કરવા પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તારણમાં પરિવારજનોએ આર્થિક તંગીના કારણે આત્મઘાતી પગલુંભર્યું હોવાનું સામે આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.