હાયર ઈન્ડિયાએ એઆઈ ઇનેબલ્ડ 4કે સ્માર્ટ એલઈડી ટીવીની નવી શ્રેણીની સાથે પોતાની એન્ડ્રોયડ ટીવી સીરિઝનો વિસ્તાર કર્યો

ગેઝેટ્સ
ગેઝેટ્સ

હોમ અપ્લાયંસેસ તથા કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સમાં ગ્લોબલ લીડર અને સતત 12 વર્ષો સુધી વિશાળ એપ્લાયંસેસમાં દુનિયાના નંબર 1 બ્રાંડ, હાયરે આજે પોતાની ગૂગલ સર્ટિફાઇડ એન્ડ્રોયડ એલઈડી ટીવી સીરિઝના વિસ્તારની જાહેરાત કરી છે. કે-સીરિઝના આ નવી ટીવીમાં ક્રમશઃ 108 સેમી (43), 127 સેમી (50), 146 સેમી (58), 165 સેમી (65) અને 190 સેમી (75)ન સ્ક્રિન સાઇઝમાં શ્રેષ્ઠ 4કે પિક્ચર ક્વૉલિટી છે. ઑલ-સ્ક્રિન, બેજેલલેસ ડિસ્પ્લેના કારણે આ સીરિઝની ડિઝાઈન ખૂબ જ સ્લિમ તથા સ્ટાઈલિશ છે, જેના પર એકદામ જિવંત તથા ક્રિસ્ટલ ક્લિયર વિઝ્યુઅલ્સ મળે છે. હાયર દ્વારા આ પુનઃ અવિષ્કૃત કરવામાં આવેલા ટીવી ડિઝાઈન ટીવી જોવાનો વધુ રોચક અનુભવ આપે છે અને ગ્રાહકોના ઘરમાં વધુ ઉત્કૃષ્ટ સ્ટાઈલ પણ રજૂ કરે છે.

હાયરની અદ્યતન ટેક્નોલોજીથી પ્રેરિત 4કે એચડીઆર ટેલિવિઝન સિરિઝમાં એઆઈની સાથે લેટેસ્ટ એન્ડ્રોયડ 9.0 વર્ઝન સર્ટિફિકેશન છે અને આ તમામ સ્માર્ટ ડિવાઇસિસ માટે આઈઓટી હબના રૂપમાં કામ કરી શકે છે, જેનાથી યુઝર્સ પોતાની કનેક્ટેડ ડિલાઈસ સુગમતાથી નેવિગેટ કરી કંટ્રોલ કરી શકે છે. આ સીરિઝમાં ફ્રંટ-લાઈન ઇનોવેશન તથા સ્માર્ટ વિશેષતાઓ, જેમ કે ગૂગલ આસિસ્ટેંટ છે, જેના દ્વારા યૂઝર ટીવીને પોતાના વોઇસ કમાંડથી નેવિગેટ કરી શકે છે. આ ઉપરાંત, ટીવીને બ્લૂટૂથ વૉઇસ કંટ્રોલ રિમોટ તથા એન્ડ્રોયડ ટીવી મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ચલાવી શકાય છે, જેથી ગ્રાહકોને રોકાયા વિના સુગમ વ્યૂઈંગનો અનુભવ મળી શકે.

હાયરનું નવું એન્ડ્રોયડ ટીવી ઘરના સ્માર્ટ ઈકોસિસ્ટમનું કેન્દ્ર છે – તેના આઈઓટી ફિચર્સ દ્વારા યૂઝર માત્ર એક બટન ટચ કરી અથવા વૉઇસ કમાંડ દ્વારા સ્માર્ટ ડિવાઇસ કંટ્રોલ કરી શકે છે. આ ટીવીમાં બિલ્ટ-ઇન ગૂગલ ક્રોમકાસ્ટ છે, જેના દ્વારા યૂઝર્સ પોતાના સ્માર્ટફોનથી પોતાનું પસંદિત કોન્ટેન્ટ સીધા એન્ડ્રોયડ ટીવી પર ચલાવી શકે છે.
સમગ્ર અનુભવ પ્રદાન કરવાની પોતાની કટિબદ્ધતાને અનુરૂપ આ રેંજ ગૂગલ પ્લેસ્ટોરના માધ્યમથી અનેક લોકપ્રિય સ્ટ્રીમિંગ સેવાઓ તથા એપ્સનો

સુગમ એક્સેસ સંભવ બનાવે છે. આ વિશેષતા દ્વારા યૂઝર્સ કંટેટ સ્ટ્રીમિંગ, લાઈવ ટીવીનો આનંદ લઇ શકે છે અને પસંદિત એપ્સ ડાઉનલોડ કરી શકે છે. ટીવીનું બ્લૂટૂથ 5.0 યુક્ત રિમોટ કંટ્રોલ ગૂગલ આસિસ્ટંટ વૉઇસ બિલ્ટ-ઇન બટન તથા નેટફ્લિક્સ અને યૂટ્યૂબ માટે હોટ કીઝની સાથે આવે છે. આ ટીવીમાં બે યૂએસવી પોર્ટ અને બિલ્ટ-ઈન વાઈ-ફાઇ છે. ઑડિયોની બાબતમાં કે-સીરિઝના ટીવીમાં ડોલ્બી ડિજિટલ ડિકોડર તથા હાઈ-ક્વૉલિટીનું સરાઉંડ સાઉંડ છે, જેના દ્વારા યૂઝર્સ પોતાની ઘરમાં થિયેટર જેવી સાઉંડ ઇફેક્ટ પ્રાપ્ત કરી શકે છે.

આ લોન્ચ વિશે શ્રી એરિક બ્રેગેંજા, પ્રેસિડેંટ, હાયર એપ્લાયંસેસ ઈન્ડિયાએ જણાવ્યું, “નવી ગૂગલ એન્ડ્રોયડ કે-સીરિઝ ટેલિવિઝનના લોન્ચની સાથે અમે અમારા ગ્રાહકોને આઈઓટી તથા એઆઈ પાવર્ડ સ્માર્ટ હોમ પ્રદાન કરવાની પોતાની કટિબદ્ધતા મજબૂત કરી રહ્યાં છે. હાયરમાં અમારો વિશ્વાસ છે કે ઉકેલો અત્યાધુનિક ટેક્નોલોજીવાળા નવીન ઉત્પાદનો દ્વારા ગ્રાહકોની વિકસિત થતી જરૂરિયાતોને પૂર્ણ કરવામાં સામેલ છે. જીવનની નવી રીતે લોકોને વધુ કનેક્ટેડ તથા સ્માર્ટ લિવિંગના વાતાવરણની જરૂરિયાતોનો અનુભવ કરાયો છે. અમે અમારી ટેલિવિઝન શ્રેણીમાં આ નવા ટીવી રજૂ કરી ખૂબ જ ઉત્સાહિત છીએ અને ભારતમાં આધુનિક ઘરોમાં પરિવર્તન લાવવાની દિશામાં આગળ વધી રહ્યાં છીએ. અમારા નવા સ્માર્ટ એલઈડી કે-સીરિઝ ટીવીની સાથે પોતાના ગ્રાહકોને મનોરંજનનું કૌશલ્ય પ્રદાન કરવા માટે આશાવાદી છીએ, જેથી તેઓ કોઇપણ જટિલ સમસ્યા વિના ઑન-ડિમાંડ કંટેટની જરૂરિયાતોને પૂરી કરી શકીશું.”

આ ઉપરાંત હાયર સ્માર્ટ હોમ ઉત્પાદનોની વાસ્તવિકતા વધારી રહ્યાં છે અને લક્ઝરીના બદલે એક આકાંક્ષી ઉપયોગિતાનું સાધન બનાવી રહ્યા છીએ. સ્માર્ટ ઉત્પાદનોની વિસ્તૃત શ્રેણીના અનુરૂપ, હાયરના સ્માર્ટ ટીવીની નવી શ્રેણી આધુનિક ભારતીય સમકાલિન ઘરોને પરિવર્તિત કરવા અને ગ્રાહકોને કનેક્ટેડ લિવિંગનો અનુભવ પ્રદાન કરવાના તેના ઉદ્દેશને બળ પ્રદાન કરી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.