ભારત-પાકિસ્તાનની વાતચીત ફરી ટ્રેક પર, બંને દેશોએ DGMO લેવલની વાતચીતમાં LoCની ચર્ચા કરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લાંબા સમય પછી ફરી એક વાર ભારત-પાકિસ્તાનના સંબંધ સુધારવાની મથામણ શરૂ થઈ છે. બુધવારે બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (DGMO)ની બેઠક થઈ હતી. તેમાં નક્કી થયું કે, આજે એટલે કે 24-25ની રાતથી તે દરેક જૂની સમજુતીઓને ફરી અમલમાં મુકવામાં આવશે જે જુદા-જુદા સમયે બનાવવામાં આવી હતી.

હોટલાઈન પર વાતચીત દરમિયાન સીઝફાયર ઉલ્લંઘન, યુદ્ધવિરામ, કાશ્મીર મુદ્દા સહિત ઘણી સમજૂતીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ લાઈન ઓફ કંટ્રોલ (LoC)ની સ્થિતિ વિશે સમીક્ષા કરી હતી. ત્યારપછી ભારત-પાકિસ્તાને જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ જાહેર કર્યું હતું.

સંબંધ સુધારવા માટે 3 પોઈન્ટ પર ફોક્સ

1. હોટલાઈન કોન્ટેક્ટ મિકેનિઝમ તૈયાર કરવામાં આવશે. જેની મદદથી બંને દેશો વચ્ચે સમયાંતરે વાતચીત થતી રહેશે.
2. સીઝ ફાયર ઉલ્લંઘન, ફાયરિંગ, ઘુસણખોરી સહિત અન્ય મુદ્દાઓનો વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવશે.
3. નિયમિત ફ્લેગ મીટિંગ ફરી શરૂ કરવામાં આવશે. તેના દ્વારા બંને દેશો વચ્ચેની ગેરસમજ દૂર કરવામાં આવશે.

આંતકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે

ઈન્ડિયન આર્મીએ કહ્યું કે, બંને દેશોની હોટલાઈન પર વાતચીત દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ચલાવવામાં આવતુ અભિયાન પહેલાંની જેમ જ ચાલુ રાખવામાં આવશે. તેમાં કોઈ પણ પ્રકારની છૂટ આપવામાં આવશે નહીં. LACથી ઘુસણખોરી રોકવા માટે ઓપરેશન્સ ચાલુ જ રાખવામાં આવશે.

ભારતના ડીરેકટર જનરલ ઓફ મિલીટ્રી ઓપરેશન સાથે હોટલાઈન પર પાક ડીજીએમઓની વાત

ભારત અને ચીન વચ્ચેના ઘટેલા તનાવ અને બન્ને દેશો વચ્ચે સતત વધી રહેલા વ્યાપારથી હવે પાકિસ્તાન પણ ઠંડુ પડી ગયું છે અને બન્ને દેશો વચ્ચે હોટલાઈન શરુ થઈ છે તેમાં પાકિસ્તાને પણ શાંતિના જાપ શરુ કરી દીધા છે. પાકના ડાયરેકટર જનરલ ઓફ મીલીટરી ઓપરેશન દ્વારા ભારતના ડીજીએમઓને હોટલાઈન પર ફોન કરતા સરહદ પર શાંતિ જાળવી રાખવા અને બન્ને દેશોના સંબંધોમાં તનાવ ઘટાડવાની આવશ્યકતા દર્શાવી હતી. બાદમાં એક સંયુક્ત નિવેદનમાં બન્ને દેશોએ સિમલા સહિતની સમજુતી છે તથા અન્ય જે કંઈ સહમતી સર્જાઈ છે. તેવું પાલન કરવાની ખાતરી આપવામાં આવી છે અને કોઈ ગેરસમજના સમયે બન્ને ડીજીએમઓ હોટલાઈન પર વાતચીત કરીને તનાવ ઘટાડશે તે નિશ્ર્ચિત કરવામાં આવ્યું છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારત-પાક સરહદ કાશ્મીર ક્ષેત્રમાં હીમ પીગળતા ખુલ્લી થવા છતાં હાલ શાંતિ છે અને પાક તરફથી કોઈ ગોળીબારની ઘટના બની નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.