ટાટા મોટર્સે આઇકોનિક અગ્રણી એસયુવી – ઓલ ન્યુ સફારી લોન્ચ કરી

ગેઝેટ્સ
ગેઝેટ્સ

ભારતની અગ્રણી ઓટોમોટીવ બ્રાન્ડ ટાટા મોટર્સે આજે તેની પ્રિમીયમ અગ્રણી એસયુવી – ઓલ ન્યુ સફારી આજે લોન્ચ કરી છે. ઝકડી લેતી ડિઝઇન, અસમાંતરીત સર્વતોમુખીતા, સુંવાળપતા અને આરામદાયક ઇન્ટેરિયર્સ તેમજ સફારીનું શક્તિશાળી પર્ફોમન્સ સંપૂર્ણ રીતે નવા યુગના ગ્રાહકોની આધુનિક, વૈવિધ્યકૃત્ત જીવનશૈલી અને તેમની પ્રતિષ્ઠા અને અદ્યતનતા સાથે અભિવ્યક્તિ અને રોમાંચનું સંપૂર્ણ મિશ્રણ છે. નવી સફારી હવે તમારી નજીકની ટાટાની ડીલરશિપ્સ પાસે 6/7 સિટરની પ્રારંભિક કિંમત .14.69 Lakhs (એક્સ શોરૂમ દિલ્હી)ખાતે ઉપલબ્ધ છે.

ટાટા મોટર્સે સફારીની ‘એડવેન્ચર’ પર્સોનાની પણ એક્સપ્રેસિવ અને મજબૂત દેખાવ સાથે રજૂઆત કરી છે જે ગ્રાહકોને તેમના વ્યક્તિત્વ સાથે મળતી આવતા એસયુવીની પસંદગી કરવા માટે વધુ વિકલ્પો ઓફર કરે છે. એડવેન્ચર પર્સોના ટ્રોપીકલ મિસ્ટ કલરમાં ઉપલબ્ધ બનશે જે આપણા દેશના ગતિશીલ લેન્ડસ્કેપ્સમાં સમૃદ્ધ અને વૈવિધ્યકૃત્ત ફ્લોરા દ્વારા પ્રેરીત છે.

નવી સફારીના લોન્ચ કરતા ટાટા મોટર્સના એમડી અને સીઇઓ શ્રી ગ્યુન્ટેર બટ્સચેકે જણાવ્યું હતુ કે, “સફારી એ અમારી નવી પ્રથમ એસયુવી છે જે શોધ કરતા અને વિકસિત એસયુવી ગ્રાહકોની પ્રેરણાને જોડે છે. તે ‘ન્યુ ફોરએવર’ રેન્જની કાર અને 2020માં લોન્ચ કરવામાં આવેલ એસયુવીમાં ટોચ પર છે અને ટાટા મોટર્સની વ્યૂહાત્મક પ્રસ્થાપિતતામાં અન્ય એક સિદ્ધિનું પ્રતીક છે. નવી સફારી ઝડપથી વિકસતા માર્કેટ સેગમેન્ટ્સમાં હાજરી વધારવાના દર્શાવેલ ઇરાદાનું અદભૂત સમર્થન છે. તેની અપવાદરૂપ બિલ્ડ ગુણવત્તા અને પ્રિમીયમ ફિનીશ, પાવર અને પર્ફોમન્સ બ્રાન્ડના વિશિષ્ટ વારસામાં વધારો કરે છે અને ‘ન્યુ ફોરએવર’ રેન્જના મહત્ત્વના લક્ષણો – સુરક્ષા, સ્ટાઇલ, ડ્રાઇવરેબિલીટી અને શ્રેષ્ઠ ફીચર્સને આગળ લાવે છે. અમે ફરી એકવાર ભારતીય માર્ગો પર સફારીનું શાસન લાવીશું.”

ટાટા મોટર્સના પેસેન્જર વ્હિકલ્સ બિઝનેસ યુનિટના પ્રેસિડન્ટ શ્રી શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતુ કે,“સફારીને એસયુવીની જીવનશૈલી માટે ભારતમાં રજૂ કરી છે, નવી સફારી આજના એસયુવી ગ્રાહકોની વૈવિધ્યકૃત્ત જીવનશૈલી અનુસારની છે. તેના સુંવાળા ઇન્ટેરિયર્સ, અદ્યતન કનેક્ટિવીટી અને પ્રિમીયમ ફીચર્સ સાથે સફારી ફક્ત એક મિશ્રણ નથી પરંતુ જીવનશૈલીના ભાગને વધુ ઉપર લઇ જાય છે. ‘એડવેન્ચર’ પર્સોનાની રજૂઆતથી ગ્રાહકો પાસે એવી વધુ સફારીની પસંદગી કરવાની તકો છે જે ‘ Reclaim Your Life’ માટે જે તે વ્યક્તિના વ્યક્તિત્વમાં ઔર વધારો કરે છે.”

આ સફારી અત્યંત સર્વતોમુખી છે, જે ચાહેર શહેરની અંદરની આવનજાવન હોય, એક્સપ્રેસ વે પર જતા હોય કે આંતરિયાળ વિસ્તારોમાં અજાણ્યા માર્ગો કેમ ન હોય તેની પર સુંદર આરામ અને ખાતરી આપે છે. શક્તિશાળી 2.0 લિટર ટર્બોચાર્જ્ડ ક્યરોટેક એન્જિન અને તેના 2741 વ્હીલબેઝ સાથે સફારી સિગ્નેચર ઓયસ્ટર વ્હાઇટ ઇન્ટેરિયર્સ સાથે આવે છે જે એશવુડ ફિનીશ ડેશબોર્ડ, મેજેસ્ટિક પેનોરમિક સનરૂફ સાથે મેળ ખાય છે જે સૌથી પહોળુ અને સેગમેન્ટમાં શ્રેષ્ઠ ઉપર સનરૂફ ધરાવે છે, તેમજ 6 અને 7 સિટરના વિકલ્પો સાથે 8.8 ઇંચની ફ્લોટીંગ આઇલેન્ડ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમનો પણ સમાવેશ થાય છે.

ટાટા મટોર્સની દરેક પ્રોડક્ટ્સની જેમ, સફારીમાં પણ અસંખ્ય સુરક્ષા ફીચર્સ જેમ કે દરેક ડીસ્ક બ્રેક્સ, ઇલેક્ટ્રોનીક પાર્કીંગ બ્રેક અને એડવાન્સ્ડ ESP અને 14 ફંકશનાલિટીઝ ધરાવે છે. બોસ મોડ વિસ્તરિત સવારી આરામ પૂરો પાડવાની સાથે સફારી ગ્રાહકોને ચોક્કસપણે એક્ઝિક્યુટીવ લિવીંગ રૂમ સ્ટાઇલ સવારીનો અનુભવ પૂરો પાડશે. વધુમાં, વ્હિકલ ડેટોના ગ્રે, ટ્રોપીકલ મિસ્ટ અને ઓર્કસ વ્હાઇટની સિગ્નેચર રોયલ બ્લ્યુ જેવા વધારાના કલર વિકલ્પો ધરાવે છે.

સ્ટાઇલના ભાગને થોડો વધુ ઉપર લઇ જતા નવી જ રજૂ કરાયેલ ‘એડવેન્ચર’ પર્સોના R18 બ્લેક ટિન્ટેડ ચારકોલ ગ્રે મશિન્ડ એલોયઝ અને તેની ગ્રીલમાં પિયાનો બ્લેક ફિનીશ, રૂફ રેઇલ્સ ઇન્સર્ટ્સ, આઉટર ડોર હેન્ડલ્સી સાથે બોનેટ પર સફારી માસ્કોટ પણ મુકવામાં આવ્યું છે. ઇન્ટેરિયર્સમાં ‘એડવેન્ચર’ પર્સોના દેખાવ સુવળપતા સાથે સિગ્નેચર અર્થી બ્રાઉન ઇન્ટેરિયર્સ, એર વેન્ટ્સ પર ડાર્ક ક્રોમ ઇન્ટેરિયર સુંદરતા, નોબ, સ્વીચીઝ, ઇનર ડોર હેન્ડલ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની સાથે સ્ટિયરીંગ વ્હીલ પર પિયાનો બ્લેક ઇન્ટેરિયર પેક, ગ્રેબ હેન્ડલ્સ, ફ્લોર કોન્સોલ ફ્રેમ અને IP મિડ પેડ ફિનીશર ધરાવે છે. ઓલ-ન્યુ સફારી XEથી લઇને XZA+ સુધી એમ નવ વેરિયાંટમાં ઉપલબ્ધ રહેશે.

ટાટા મોટર્સની ઇમેપ્ક્ટ 2.0 ડિઝાઇન લેંગ્વેજ સાથે OMEGARCની સાબિત થયેલી ક્ષમતા, લેન્ડ રોવરમાંથી વિખ્યાત D8 પ્લેટફોર્મ – વિશ્વભરમાં એસયુવીના ગોલ્ડ ધોરણોના સંયોજન સાથે સફારી બ્રાન્ડના સમૃદ્ધ વારસાને આગળ ધપાવે છે.OMEGARC, આર્કિટેક્ચરે હેરિયરની સફળતા સાથે પોતાની હિંમત પહેલેથી જ સાબિત કરી છે.

એસયુવી દેશમાં સૌથી ઝડપથી વિકસતુ પેસેન્જર વ્હિકલ છે અને નવી સફારી કંપનીના સતત વધી રહેલા એસયુવીના વેચાણ દ્વારા વેચાણને વેગ આપશે જે પાછલા વર્ષના સમાન ગાળાની તુલનામાં 20%ની આજ દિન સુધીની વૃદ્ધિમાં પરિણમ્યો છે.

પાછલા વર્ષના પડકારજનક વર્ષમાં ટાટા મોટર્સે ઓક્ટોબર 2020થી દર મહિને 23,000થી વધુ યુનિટ્સનંં વેચાણ હાંસલ કરીને પેસેન્જર માર્કેટમા મજબૂત પર્ફોમન્સ બતાવ્યુ છે. વધુમાં Q3FY21માં, ટાટા મોટર્સ PV બિઝનેસે છેલ્લા 33 ત્રિમાસિક ગાળાઓમાં સૌથી વધુ વેચાણ મેળવ્યુ છે. વધી રહેલી માગનો યશ BS6 રેન્જને આપી શકાય, જે પાછલા વર્ષે કંપનીની ન્યુ ફોરએવર વિચારધારા હેઠળ લોન્ચ કરવામાં આવ્યા હતા જેમાં પ્રિમીયમ હેચબેક, ટાટા અલ્ટ્રોઝ અને BS6 હેરિયરનો પણ સમાવેશ થાય છે, જેણે ભારે આકર્ષણ જગાવ્યું હતુ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.